ગઇકાલે સાંજે 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકો ઠુઠવાયા: આગામી દિવસોમાં હજુ વધુ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી: મોડી રાત્રીના બજારો સુમસામ: લોકો ગરમ કપડામાં વિંટળાયા: ક્ધટ્રોલ મ દ્વારા ઠંડીના અપાતા આંકડા સામે ફરીથી પ્રશ્ર્નાર્થ
હાલારમાં છેલ્લા 25 દિવસથી ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, જામનગર જાણે કે કોલ્ડ સ્ટોરેજ બની ગયું છે, ભારે ઠંડીને કારણે દેખો ત્યાં ઠાર જેવી સ્થિતિ ઉભી થઇ છે, 35 કિ.મી.ની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે ત્યારે જામનગરના જનજીવન ઉપર પણ ભારે અસર થઇ છે, ઠેર-ઠેર તાપણા શ થયા છે, લોકો ગરમ કપડામાં વિંટળાયા છે, પશુ-પંખીને પણ ઠંડીની ભારે અસર થઇ છે ત્યારે વ્હેલી સવારના અને મોડી રાત્રે એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યામાં સારો એવો ઘટાડો થયો છે. આગામી ચારેક દિવસ હજુ પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 11 ડીગ્રી, મહત્તમ તાપમાન 24 ડીગ્રી, હવામાં ભેજ 56 ટકા અને પવનની ગતિ 30 થી 35 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે. ભારે ઠંડીને કારણે વ્હેલી સવારના સ્કુલે જતાં બાળકોને સારી એવી મુશ્કેલી પડે છે. કયારેક-કયારેક મીશનરી સ્કુલોમાં ઠંડીને કારણે જો પાંચેક મીનીટ જો મોડા થાવ તો વિદ્યાર્થીઓને સ્કુલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ રાત્રીના 8 વાગ્યે બજારો સુમસામ થઇ જાય છે અને ગામડામાં પણ ઠેર-ઠેર તાપણા જોવા મળ્યા છે.
હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં જામનગર સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 35 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના ક્ધટ્રોલ મ દ્વારા દરરોજ સવારે તાપમાનના આંકડા આપવામાં આવે છે, અનેક વખત વરસાદના આંકડામાં પણ ફેરફાર જોવા મળ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી ઠંડીના અપાતા આંકડામાં પણ વિસંગતતા જોવા મળી છે તેવું લોકો પણ કહી રહ્યા છે ત્યારે આજે ઠંડી વધુ છે, તાપમાન ખરેખર તો સિંગલ ડીઝીટમાં હોય તેવું વાતાવરણ છે, પરંતુ કલેકટર કચેરીના ક્ધટ્રોલ મ દ્વારા લઘુતમ તાપમાન 11 દશર્વિવામાં આવ્યું છે. આમ અવારનવાર ક્ધટ્રોલ મ તરફથી હવામાનને લગતા અપાતા આંકડામાં તફાવત જોવા મળતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: પતંગ લેવા જતા 11 વર્ષીય બાળકનું કરૂણ મોત
January 08, 2025 11:18 PMઆંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેતા સમયે નાસભાગ, 6 શ્રદ્ધાળુઓના મોત
January 08, 2025 10:55 PMસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech