રાઇડ્સ વિહોણો રહેશે લોકમેળો

  • August 08, 2024 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરનો સૌરાષ્ટ્ર્રનો વિખ્યાત જન્માષ્ટ્રમી લોકમેળો આ વખતે આરંભથી જ ચકડોળે ચડયો છે. મેળામાં રાઈડસ ધારકો માટે રહીસહી એક આશા પર પણ પાણી ફરી વળી રહ્યું હોય તેવું અંદેશો દેખાઈ રહ્યો છે. મેળામાં જનસુરક્ષાના મામલે એસઓપીમાં કોઈ બાંધછોડ નહીં થાય તેવું કલેકટર દ્રારા પણ સ્પષ્ટ્ર જણાવી દેવાતા હવે જો રાઈડસ ધારકોએ ધંધો કરવો હોય તો કાં તો નિયમોનું પાલન કરવું પડશે અથવા તો આરામ કરવો પડશે. આજે બપોર બાદ વધુ એક વખત રાઈડસના પ્લોટ માટેની હરાજી થવાની છે. રાઈડ માલીકો મકકમ રહેશે અને હરાજીમાં હાજર નહીં રહે તો પ્રથમ વખત રાજકોટનો લોકમેળો રાઈડસ વિનાનો (પીછા વગરના મોર જેવો) બનશે.
રાજકોટમાં અિકાંડની દુર્ઘટના બાદ સલામતીના નિયમો બાબતે રાય સરકાર સતર્ક બની ગઈ હતી. જન્માષ્ટ્રમીમાં યોજાનારા મેળાઓ બાબતે પણ સરકાર દ્રારા ખાસ નિયમો એસઓપી જાહેર કરાઈ છે. આ એસઓપી સાથે રાજકોટમાં લોકમેળો યોજાય તે માટે કલેકટર તત્રં પણ મકકમ છે. સૌથી વધુ મોટી સમસ્યા મેળામાં ભાગ લેનારા રાઈડસ ધારકો માટે ઉભી થઈ છે. નિયમ મુજબ રાઈડ મુકવાની હોય ત્યાં સિમેન્ટ કોંક્રેટનું ફાઉન્ડેશન ઉભું કરવાનું, પ્લેટો લગાવવાની, યાંત્રિક વિભાગના સર્ટીફીકેટ સહિતના અન્ય દસ્તાવેજો પણ રજુ કરવાના રહેશે. આ નિયમોમાં ફાઉન્ડેશન રાઈડસ ધારકોને આકરૂ પડી રહ્યું છે. માત્ર પાંચ દિવસ માટેના આયોજન માટે ફાઉન્ડેશન ભરવું અને હવે આ ફાઉન્ડેશન માટે પુરતો સમય પણ ન હોય અને વધારાનો દોઢથી બે લાખનો ખર્ચ પણ લાગવાથી રાઈડ ધારકોએ ફાઉન્ડેશનને લઈને શરૂઆતથી જ વિરોધ નોંધાવ્યો હતો.
ગત સાહતી મેળા અમલીકરણ સમિતિ દ્રારા મેળામાં પ્લોટ માટે યોજાતી હરાજીમાં અત્યાર સુધી રાઈડ ધારકો અળગા રહ્યા છે. તેઓને આશા હતી કે, કલેકટર દ્રારા નિયમોમાં થોડી હળવાશ આપવામાં આવશે. ગઈકાલ સાંજ સુધી રાહ જોવાઈ હતી પરંતુ નિયમોમાં કોઈ ફેરબદલ થઈ નથી. આજે કલેકટર પ્રભવ જોષીએ પત્રકારો સમક્ષ પણ સ્પષ્ટ્રપણે જણાવ્યું હતું કે, એસઓપી સરકારની છે જેનું પાલન કરવું જરૂરી છે. જનસુરક્ષાને ધ્યાને લઈને નિયમોમાં કોઈ ફેરફાર કે બાંધછોડ કરવામાં આવશે નહીં. અમને આશા છે કે, રાઈડ ધારકો સહકાર આપશે અને લોકમેળામાં જોડાશે. આજે બપોર બાદ વધુ એક વખત હરાજી રાખવામાં આવી છે. જો રાઈડ નહીં આવે તો પણ મેળામાં મનોરંજન માટે કઈં ઘટશે નહીં તેવી રીતે સંગીત અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.
કલેકટર નિયમમાં બાંધછોડ નહીં કરવા મકકમ છે સાથે આજ સુધી રાઈડ ધારકો પણ જો નિયમોમાં હળવાશ નહીં થાય તો મેળામાં ભાગ નહીં લેવા માટે અડીખમ છે. હવે જોવાનું એ રહે કે, છેલ્લી ઘડીએ રાઈડસ ધારકો નમતું જોખીને મેળામાં આવશે કે નહીં ? જો રાઈડ ધારકો આ વખતે ભાગ નહીં લે તો આ લોકમેળો પ્રથમ વખત રાઈડ વિહોણો રહે તેવી સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application