રાજકોટમાં લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ

  • August 19, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્ર્રનો સૌથી મોટો ભાતીગળ લોકમેળો ગણાય છે. રાજકોટ કલેકટર તત્રં દ્રારા આયોજીત આ મેળો છેલ્લ ા ૨૫ વર્ષથી વધુ સમયથી જન્માષ્ટ્રમી પર્વ પર યોજાઈ છે અને પાંચ દિવસ દરમિયાન મેળામાં ૧૨ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડતા હોય છે. આ વર્ષે અિકાંડને લઈને મેળાના નિયમો થોડા વધુ કડક બન્યા છે. મેળાના સ્ટોલ, રાઈડસના પ્લોટસમાં હરાજીમાં આરંભે નિયમોને લઈને વિમાસણો ઉભી થઈ હતી. અંતે એક પાર્ટીએ જ ૧.૨૭ કરોડમાં રાઈડના તમામ ૩૧ પ્લોટ લઈ લીધા હતા અને પ્લોટની હરાજીનો વિવાદ પૂર્ણ થતાં હવે રેસકોર્ષ ગ્રાઉન્ડ પર આગામી શનિવારથી પાંચ દિવસ માટે યોજાનારા લોકમેળાની તૈયારીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. છેલ્લ ા બે દિવસથી ગ્રાઉન્ડમાં કલેકટર તંત્રના કંટ્રોલ રૂમ, પોલીસ કંટ્રોલ રૂમ તેમજ અન્ય સરકારી એજન્સી માટેના ડોમ, સ્ટોલ ઉભા થવા લાગ્યા છે. આ ઉપરાંત મેળામાં રમકડાથી લઈ ખાણીપીણી સુધીના નાના મોટા મળી ૨૩૧ સ્ટોલ–પ્લોટ ઉભા કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. રાઈડસ માટેના ફજેત ફાળકા, ટોરાટોરા સહિતની અન્ય અલગ અલગ રાઈડના સામાન પણ ટ્રક ભરીને રેસકોર્ષના ગ્રાઉન્ડમાં ઠલવાવા લાગ્યા છે. પ્લોટની ફાળવણી થઈ ગઈ છે પરંતુ હજુ હરાજી બોલનાર પાર્ટી તરફથી ૧.૨૭ કરોડનું પેમેન્ટ ચુકવાયું નથી. આ બાબતે તત્રં વાહકો દ્રારા એવું જણાવાયું છે કે, ૧૦ દિવસની મહેતલ આપવામાં આવી છે અને મેળો તા.૨૪ના રોજ શરૂ થાય તે પહેલા પેમેન્ટ ચુકવી આપવાનું રહેશે. (તસવીર : દર્શન ભટ્ટી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News