પોરબંદરમાં હજારો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો

  • September 19, 2024 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં હજારો રૂપિયાનો દેશી-વિદેશી દારૂ ઝડપાયો છે તે ઉપરાંત ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
વિદેશી દારૂ કબ્જે
બોખીરાના રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ રહેતો આશીષ દિલીપ પરમાર ૩૦૦રૂ.ની વિદેશી દા‚ની એક બોટલ સાથે લકડીબંદરના પુલ પરથી નીકળતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 
દારૂની ધંધાર્થી મહિલાઓ સામે કાર્યવાહી
જ્યુબેલીના હાથી કેમિકલ પાસે ખાડામાં રહેતા પાયલબેન  દીપક ઝાલાને ૬૦૦ રૂ.ની દારૂની ત્રણ કોથળી સાથે પકડી લેવામાં આવી છે તો રાણાવાવના ગોપાલપરામાં પાણીના ટાંકા  પાસે રહેતી સલમા મહમદશાહ રફાઇ હાજર મળી આવી ન હતી પરંતુ તેના રસોડામાંથી ૬૦૦રૂની ત્રણ કોથળી દારૂની મળી આવી હતી.
દા‚ના અન્ય ધંધાર્થીઓ સામે પગલા
કુતિયાણાના થેપડા ઝાંપામાં આવેલ તલાવડી વિસ્તારમાં રહેતા વિરમ ભીમા ઓડેદરાને દેવંગી સર્કલ પાસેથી ૧૦૦૦ રૂના. પાંચ લીટર દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત કેશવ ગામે શ્રીરામ મંદિર પાછળ રહેતો દુદા વિરમ કેશવાલા હાજર મળી આવ્યો ન હતો તેની ઓસરીમાંથી ૧૬૦૦ રૂનો આઠ લીટર દારૂ કબ્જે થયો હતો. ભાવપરાની ખારા સીમમાં રહેતો નિર્મલ ઉર્ફે સવદાસ આવડા ઉર્ફે કારા ગોઢાણીયાના મકાનમાંથી ૩૬૦૦ રૂની ૧૮ કોથળી દારૂની મળી હતી પણ નિર્મલ હાજર મળી આવ્યો નહી હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઓડદર ગામે હીમાણી ફળિયાના નાકે રહેતો રામ સવદાસ ભૂતિયા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના મકાનમાંથી ૨૦૦ રૂ.નો ૧૦ લીટર દારૂ મળ્યો હતો.ખારવાવાડમાં મઢી પાછળ રહેતા જેન્તી ઉર્ફે ડારો કાનજી કોટીયાને ૨૦૦ રૂના એક લીટર દારૂસાથે પકડી લેવાયો છે. સ્ટેટલાઇબ્રેરી પાછળ કસ્તુરબા ગાંધી રોડ પર રહેતા નામચીન બુટલેગર અનિલ ઉર્ફે અનીયો પરસોતમ વઢીયાને ૨૪૦૦ રૂની ૧૨ કોથળી દારૂ સાથે પોલીસે પકડી લીધો હતો. પારેખચકલામાં રહેતા બુટલેગર હરીશ ઉર્ફે હરી કરાચી રામજી ભરાડાને ૨૦૦ રૂના દારૂસાથે સલાટવાડા જુની દીવાદાંડી પાછળ રહેતા નાથાલાલ ઉર્ફે નાથીયો ધનજીમોતીવરસને ૨૦૦ રૂના દારૂ સાથે, રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ રહેતા સાગર અશોક મોઢવાડીયાને દારૂ અને આથા સહિત ૬૬૨૫ના મુદામાલ સાથે, રાણાવાવના નાગકાપ્લોટમાં રહેતા દિલીપ અમરા વિકમાને ૨૦૦ રૂના દારૂ સાથે, ખારવાવાડના ચોગાન ફળિયામાં રહેતા કલ્પેશ જીતુ જુંગીને ૧૦૦ રૂના દારૂ સાથે, શહીદચોકના વિનોદ બાબુ ગોહેલને ૧૦૦રૂના દારૂ સાથે પોલીસે પકડી પાડયો હતો.
વાહનચાલકો સામે પગલા
ખાપટ નવાપરાના જીતેશ બીજલ ચુડાસમાને ફૂલ સ્પીડે એકટીવા ચલાવતા કુતિયાણા નજીકથી પકડી લેવાયો હતો. તે ઉપરાંત માણાવદરના જોગીરાજસિંહ અજીતસિંહ લાઠીયા કુતિયાણા બાયપાસ રોડ પર ફૂલસ્પીડે બાઇક લઇને નીકળતા પોલીસે પકડી પાડયો હતો. લાંબા ગામના હમીદ આલી સમાને મીયાણી ચેકપોસ્ટ પાસે ભયજનક રીતે બાઇક પાર્ક કરતા ધરપકડ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application