વાંકાનેર પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, ૨૦૧૬ બોટલ ઝડપાઇ

  • July 11, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર નજીકથી એલસીબી ટીમે ટ્રકના ચોરખાનામાં છુપાવીને લઇ જવાતો મસમોટો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો ટ્રકમાંથી ૨૦૧૬ઈંગ્લીશ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈને દારૂ તેમજ વાહન સહીત ૭.૯૩ લાખની મત્તા કબજે લીધી છે અને એક આરોપીને દબોચીલઈને પૂછપરછ ચલાવી છે મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર થાન રોડ તરફથી એક ટાટા ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ વાંકાનેર બાઉન્ડ્રી તરફજવાની હોય જે ટ્રકમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી રાખી હેરાફેરીની બાતમી મળી હતી જેથી મોરબી એલસીબી ટીમેવાંકાનેર ચંદ્રપુર રોડ પર વોચ ગોઠવી હતી અને ટ્રક પસાર થતા ટ્રકને આંતરી લેવામાં આવી હતી
​​​​​​​
જે ટ્રકમાં બનાવેલ ચોરખાનામાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં મેકડોવેલ્સ વ્હીસ્કી ૭૫૦ મિલી બોટલનંગ ૮૪, ૩૭૫ મિલીની બોટલ નંગ ૧૨૦, મેકડોવેલ્સ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૩૩૬, ઈમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી ૭૫૦ મિલીની બોટલનંગ ૧૩૨, ૩૭૫ મિલી બોટલ નંગ ૯૬ અને ૧૮૦ મિલી બોટલ નંગ ૩૮૪ તેમજ બ્લુ સ્ટ્રોક વ્હીસ્કી બોટલ નંગ ૧૯૨ અને ડિસ્કાઉન્ટપ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ મિલી બોટલ નંગ ૬૭૨ મળીને કુલ બોટલ નંગ ૨૦૧૬ કીમત રૂ ૨,૮૭,૫૮૦ તેમજ ટ્રક જીજે ૧૪ ઝેડ ૦૨૨૪ કીમત રૂ૫ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫ હજાર તેમજ રોકડ રૂ ૪૭૦ મળીને કુલ રૂ ૭,૯૩,૦૫૦ નો મુદામાલ કબજે લીધો છે જે ટ્રકના ચાલક દિલીપ જગમાલભાઈ પઢારીયા (ઉ.વ.૩૮) રહે હાલ રાજકોટ મોરબી રોડ, સદગુરુ સોસાયટી મૂળ ઈન્દ્રા તા. માણાવદરવાળાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી ધવલ કિશોર વાઢેર રહે રાજકોટ કુવાડવા રોડ, બેડીપરા વાળાનું નામ ખુલતા વાંકાનેર સીટીપોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે કામગીરીમાં એલસીબી પીઆઈ ડી એમ ઢોલ, પીએસઆઈ કે જે ચૌહાણ, એન એચ ચુડાસમા, એ ડી જાડેજા તેમજ એલસીબી/પેરોલફર્લો સ્કવોડના સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઈ ફૂગસીયા તેમજ ટેકનીકલ ટીમનો સ્ટાફજોડાયેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application