કોડીનાર અઢી ઇંચ સહિત 25 તાલુકામાં હળવો ભારે વરસાદ

  • October 11, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ પંથકમાં ચોમાસુ સિઝનની સમાપ્તિની ઘોષણા વચ્ચે હાલ આસો મહિનામાં ગઇકાલે સવારથી આજે સવાર સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લાઓના 25 તાલુકામાં હળવો ભારે વરસાદ પડી જવા પામ્યો છે, તેમાં કોડીનાર અઢી ઇંચ જ્યારે સુત્રાપાડા, વેરાવળ મહુવા પંથકમાં એક થી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જો કે ચોમાસાના અંતિમ તબક્કાના આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ખેતરમાં મગફળી ઉપાડીને રાખવામાં આવેલા પાથરા પલડી જતા ખેડૂતોને નુકસાની થવા પામી છે.
હાલ દેશી પંચાંગના સંવત 2080ના વર્ષના આખરી તેમજ ચોમાસાની સીઝનના આખરી આસો મહિનામાં કેટલાક વિસ્તારોમાં ચોમાસુ સમાપ્ત થઈ ગયું હોવાનું કહેવાય છે ત્યારે ગઈકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરથી હવામાનમાં પલટો આવતા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બોટાદ બોટાદ જિલ્લામાં હળવોથી માંડીને ધોધમાર વરસાદ પડી જવા પામ્યો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકમાં અઢી ઇંચ સુત્રાપાડા પંથકમાં દોઢ વેરાવળ પાટણ એક ઇંચ, તાલાલા, ઉના, ગીર ગઢડા પંથકમાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ આજે સવાર સુધીમાં પડી જવા પામ્યો છે. અમરેલી જિલ્લામાં ખાંભા, જાફરાબાદ, રાજુલા પંથકમાં અડધોથી પોણો ઈંચ, સાવરકુંડલા, લીલીયા, અમરેલી શહેર, ગારીયાધાર પંથકમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.
ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજામાં પોણોથી એક ઇંચ, જ્યારે જેસર, ભાવનગર શહેર, ઘોઘા, પાલીતાણા પંથકમાં હળવા ભારે ઝાપટા નોંધાયા છે.
જૂનાગઢના મેંદરડા, વિસાવદર, વંથલી પંથક, કચ્છના અબડાસા, દેવભૂમિના દ્વારકા તેમજ બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના પંથકમાં પણ હળવા ભારે ઝાપટા પડ્યા હોવાનું જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News