ખાંભાના ભાણિયા ગામે ખેડૂત ઉપર દીપડાનો હુમલો

  • May 23, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામા સિંહો દીપડાની સંખ્યા હવે વધી રહી છે અને રીતસર આતંક મચાવી રહ્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વધુ એક દીપડાની ઘટના સામે આવતા ખેડુતોની મુશ્કેલી વધી રહી છે ખાંભાના ભાણીયા ગામમાં વહેલી સવારે કાનાભાઈ ભમરમાં ખેતરમાં તેમના ભાગ્યા તરીકે કામ કરતા ધીરુભાઈ ટપુભાઈ વાળા ખેતરમાં શીંગનું વાવેતર કર્યું હોવાને કારણે અન્ય પશુ નુકસાન ન કરી જાય તે માટે રખોપુ કરવા માટે ખાટલો રાખી સુતા હતા તે દરમિયાન  વહેલી સવારે આશરે ૪ વાગ્યા આસપાસ દીપડાએ હુમલો કરતા ઇજાઓ કરી છે જોકે દીપડા સામે થોડીવાર સામનો કરતા દીપડો ભાગી ચુક્યો અને ત્યારબાદ તેમને સારવાર માટે ખાંભા હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા વધુ સારવાર માટે હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે જ્યાં તેમની વધુ સારવાર ચાલી રહી છે બીજી તરફ  ખાંભા તુલસીશ્યામ રેન્જ વનવિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી તપાસ શરૂ કરી છે ઉપરાંત દીપડાને પકડવા માટે લોકેશન મેળવી વધુ પાંજરા ગોઠવી રહ્યા છે સતત હુમલાની બીજી ઘટના બાદ દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે સમગ્ર ઘટનાને લઈ ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે

૧૬ દિવસમાં વન્યપ્રાણીની હુમલામાં ૭ ઘટના સામે આવી
લીલીયાના ખારા ગામમાં સિંહ દ્વારા ૫ માસના બાળક ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો ત્યારબાદ સાવરકુંડલાના કરજાળા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના બાળક ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો ત્યારબાદ રાજુલાના કાતર ગામમાં ૨ વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો તેના બીજા જ દિવસે પીપાવાવ પોર્ટ પર પરપ્રાંતી યુવાન ઉપર સિંહએ હુમલો કર્યો ગંભીર ઇજાઓ પહોંચાડી ત્યારબાદ ખાંભાના ભાણીયા ગામમાં દીપડાએ મજૂર ઉપર સામાન્ય હુમલો કર્યો ત્યાર પછી ધારીના જુના ચરખા ગામમાં સિંહએ યુવક ઉપર હુમલો કર્યો અને આજે ફરી વહેલી સવારે ભાણીયા ગામની સીમમાં દીપડાએ ખેડૂત ઉપર હુમલો કર્યો છે

પ્રાણીના હુમલાની ઘટનાઓ વધી રહી છે
ભાણીયા ગામમાં આ બીજી ઘટના સામે આવી છે ૪ દિવસ પહેલા મજૂર ઉપર ભાણીયા ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો ત્યારબાદ આજે સીમ વિસ્તારમાં ખેડુતનું રખોપુ કરતા વધુ એક ખેડૂત ઉપર હુમલાની ઘટના સામે આવતા વન વિભાગમાં દોડધામ મચી ગઇ છે

કાતર ગામમાં ૨ દીપડાને પાંજરે પૂર્યા બાદ વધુ પકડવા માટેની કામગીરી
રાજુલાના કાતર ગામમાં અગાવ ૨ દીપડા પાંજરે પુરી દીધા બાદ વધુ દીપડા હોવાને કારણે વનવિભાગ દ્વારા પાંજરા યથાવત રાખ્યા છે અને દીપડાને પાંજરે પુરવા માટે રાત્રીના સમયે અહીં પણ વનવિભાગ દોડધામ કરી રહ્યું છે એટલે સતત દીપડાની અવર જવર વધી છે જેના કારણે વનવિભાગ દોડી રહ્યું છે અને દીપડાઓ રીતસર આતંક મચાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application