- અક્ષય, સુનિલ અને પરેશ રાવલની ત્રિપુટીની ફ્રેન્ચાઇઝી સામે સીગલ નોટિસ
- ટી સીરિઝના નિર્માતાઓએ ફિલ્મના મેકર્સને 7 દિવસનો અલ્ટીમેટમ આપ્યો
પોપકોન વેબ સીરિઝને કારણે ડાયરેક્ટર ફરહાદ સામજીને હેરાફેરી 4ના નિર્દેશનમાંથી હાંકી કાઢવાની માગ બુલંદ થઇ હતી. ત્યાં અક્ષયકુમાર, સુનિલ શેઠ્ઠી અને પરેશ રાવલની ત્રિપુટીની કોમેડી ફિલ્મ શરુ થતાં પહેલાં કાયદાકીય લફરામાં ફસાઇ છે.
બોલિવૂડની સુપરહિટ ફ્રેન્ચાઇઝી ફિલ્મ 'હેરા ફેરી'ની સિકવલની હાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. ભલે તેનો ત્રીજો ભાગ આવવાનો હોય પરંતુ ફિલ્મનું ટાઇટલ 'હેરા ફેરી 4' રાખવામાં આવ્યુ છે. જોકે, ફિલ્મને લઈને ચોંકાવનારી અને ફેન્સ નિરાશ કરનારી ખબર સામે આવી રહી છે કે ટી-સીરિઝે મેકર્સને લીગલ નોટિસ મોકલાઇ છે.
'હેરા ફેરી 4'નુંશૂટિંગ શરુ થઈ ગયું છે. ફિલ્મની સ્ટાર ત્રિપુટી અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની એક તસવીર થોડા દિવસો પહેલા પણ વાયરલ થઈ હતી, જે ફિલ્મના સેટ પરથી સામે આવી હતી. આ પહ ફિલ્મનું શૂટિંગ પૂર થાય તે પહેલા જ તેના માથે મુશ્કેલી પડવાની શરુ થઈ ગઈ છે. મ્યુઝિક લેબલ ટી-સીરિઝે ફિલ્મના મેકર્સે આ ફ્રેન્ચાઈઝીને મ્યુઝિક અને ઓડિયો અધિકારનો ઉપયોગ કરતા પહેલા પરવાનગી ના લેવા માટે પબ્લિક નોટિસ મોકલાવી છે.
ટ્રેડ મેગેઝિન તરફથી શેર કરવામાં આવેલી નોટિસમાં મ્યુઝિક કંપનીએ પોતાની ફ્રેન્ચાઇઝીના ઓડિયો અને વિઝ્યુઅલની સાથે કોપીરાઇટનો એકમાત્ર અને એક્સક્લુઝિવ હોલ્ડર હોવાનો દાવો કર્યો છે.
આ સાથે ટી-સીરિઝે હેરા ફેરીના મેકર્સને લેખિતમાં ઓડિયો અને વિઝ્યુઅલ અધિકારોના સંબંધમાં કોઈ પણ દાવાને દસ્તાવેજી પ્રૂફની સાથે રજૂ કરવા માટે કહેવામાં આવ્યુ છે. મ્યુઝિક કંપનીએ નોટિસમાં કહ્યુ કે, સાત દિવસ પહેલા તેને પ્રસ્તુત કરવામાં નિષ્ફળ રહેવા પર તુચ્છ દાવો માનવામાં આવશે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી આ સંબંઘે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યુ નથી.
વળી, ફરહાદ સામજીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'હેરા ફેરી 4'ને લઈને હાલમાં ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મમાં સંજય દત્તની પણ એન્ટ્રી થઈ ચુકી છે. તે ફિલ્મમાં વિલેનનું પાત્ર ભજવતા જોવા મળશે. ફિલ્મમાં તેનું પાત્ર આંધળી વ્યક્તિનું છે અને ખૂબ જ અલગ પણ છે. એવામાં સંજય દત્ત આ પાત્રથી ફિલ્મની મજામાં વધારો કરી દેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંટવાના બોગસ લૂંટ મામલે 1.92 કરોડનો મુદ્દામાલ સોની વેપારીને સુપરત
September 20, 2024 12:25 PMદ્વારકા નજીક પૂરઝડપે જતી કારની હડફેટે ભેંસનું મૃત્યુ
September 20, 2024 12:24 PMમૂર્તિઓની ફેંકાફેંકી કરી વિસર્જન આ કેટલા અંશે વ્યાજબી?
September 20, 2024 12:23 PMજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech