દ્વારકાના ચીફ ઓફિસરના મનસ્વી વલણ સામે વકિલોમાં રોષ

  • May 30, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એડવોકેટ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત

ગુજરાતમાં રાજય સરકારે નવદંપતિનું ભાવિ સુરક્ષિત રહે તે માટે રાજય સરકારે વર્ષ ૨૦૦૮થી લગ્ન નોંધણી ફરજીયાત કરી છે, આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પણ લગ્નનું પ્રમાણપત્ર આવશ્યક હોય છે.
લગ્ન નોંધણી સરળતાથી થઇ શકે તે માટે સરકારે ગ્રામ પંચાયત, સુધરાઇ, મહાનગરપાલિકાઓને સત્તા આપી છે. પરંતુ અમુક અધિકારીઓની અવડચંડાઇના કારણે જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
દ્વારકા નગરપાલિકામાં લગ્ન નોંધણી કરાવવા માટે આવતા અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં દ્વારકાના ધારાશાસ્ત્રી નિરવભાઇ સામાણીના અસીલે નિયમ મુજબના દસ્તાવેજો સાથે લગ્નની નોંધણી માટે અરજી કરી હતી, પરંતુ તેમને સર્ટીફીકેટ આપવામાં અધિકારી દ્વારા ઠાગા-ઠૈયા કરવામાં આવેલા તેમજ ધારાશાસ્ત્રીને નગરપાલિકાના સુત્રોમાંથી વહિવટ કરવામાં નહીં આવે તો લગ્ન નોંધણી નહિં થાય તેવી જાણકારી મળતા ધારાશાસ્ત્રી વહિવટ કરવા પણ તૈયાર થઇ ગયા પરંતુ નગરપાલિકાના સત્તાધિશોને એ.સી.બી.ના છટકાની ગંધ આવતા વહિવટ કર્યા વગર સર્ટીફીકેટ આપી દેવામાં આવ્યું હતું. આમ સામાન્ય કામમાં પણ નગરપાલિકા દ્વારા ઠાગા-ઠૈયા કરવામાં આવતા વકિલોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ચીફ ઓફીસર વિરૂઘ્ધ કરવાની વકિલોએ જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application