ગુજરાતના પ્રથમ અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.)નું કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ નીમુબેન બાંભણીયા અને રાજયકક્ષા અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ અન્નપૂર્તિ મિશીનનાં લોકાર્પણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતાં કહ્યું કે, વિકાસના એન્જીન સમું આપણું રાજ્ય સમગ્ર દેશ માટે દરેક ક્ષેત્રે વિકાસનું ઉદાહરણ બની રહે તે માટે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ડબ્બલ એન્જિનની સરકાર હંમેશા જન કલ્યાણ માટે કટીબદ્ધ રહી છે. ત્યારે આજે ભાવનગરના કરચલીયા પરા વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ અન્નપૂર્તિ- મશીનુ લોકાર્પણ કરીને ભાવનગર જિલ્લાને એક અનેરી ભેટ મળી છે. .ટેક્નોલોજી સાથે સુમેળ સાધીને "અન્નપૂર્તિ" અનાજ એ.ટી.એમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈ રહી છે. આ અનાજના એ. ટી. એમ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ (ગઋજઅ) સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉ તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારિત બાયોમેટ્રિક પધ્ધતિ દ્વારા મેળવી શકશે
મંત્રીએ ઉમેર્યું કે,ભારત સરકારની યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ પ્રોગ્રામ સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ એટીએએ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે તેમ જણાવી વડાપ્રધાનએ આપેલા સૂત્ર સૌનો સાથ,સૌનો વિકાસની કાર્યસંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળતા જ સંકલ્પ કર્યો છે કે આગામી સમયમાં ત્રણ લાખ લોકોને આવાસ, ઘર અને લખપતિ દીદી બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે જે વિકસિત ભારતની સંકલ્પનાને ખરા અર્થમાં સાકાર કરશે.
રાજયકક્ષા મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે ૨૦૧૩ માં બનેલા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩" (એન. એફ. એસ.૨૦૧૩) કાયદા હેઠળ ભારતમાં ૮૦ કરોડ લાભાર્થીઓ તેમજ ગુજરાતમાં ૭૪ લાખ કુટુંબોને મફત અનાજ આપવામાં આવે છે. કોરોના થી શરૂ થયેલા લાભાર્થીઓને મફત અનાજ આપવાના ઉપક્રમને આગામી પાંચ વર્ષ ચાલુ રાખવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરેલ છે.
વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે અન્નપૂર્તિ મશીન (ગ્રેઇન એ.ટી.એમ.) થકી લાભાર્થીઓને ઓછું અનાજ તથા અમુક અનાજ નહિ મળતા હોવાની ફરિયાદ દૂર થશે. આ ઉપરાંત લાભાર્થી ૨૪ કલાક માંથી ગમે ત્યારે જરૂરી રાશન મેળવી શકશે. કેન્દ્રની ટીમ દ્વારા પણ આ એ. ટી. એમ. ની કાર્યશૈલી જોઈને તેઓ પ્રભાવિત થયા છે.
આ વેળાએ જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીના પ્રયાસો થકી આજે ભાવનગર જિલ્લામાં અન્નપૂર્તિ ગ્રેઈન એ.ટી.એમને ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ એટીએમ થકી ભાવનગર જિલ્લાની સાથે ગુજરાત રાજ્યના કોઈ પણ કાર્ડધારક હવે તેમની અનુકૂળતાએ નિયત અનાજનો જથ્થો મેળવી શકશે. કલેકટરશ્રીએ અન્નપૂર્તિ એટીએમને એક ક્રાતિકારી પગલુ ગણાવી સરકારશ્રીએ લોક ઉપયોગી અનેક નિતી વિષયક નિર્ણયો લીધા હોવાનું જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકારની યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ઞગઠઋઙ) સાથેની ભાગીદારીથી ભાવનગર ખાતે રાજ્યનું પ્રથમ અન્નપૂર્તિ (અનાજનું એ.ટી.એમ.) એ પોષણ સુરક્ષા પુરી પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે. આ અનાજના અઝખ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (ગઋજઅ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ તથા વન નેશન વન રેશનકાર્ડ (ઘગછઈ) અંતર્ગત લાભ મેળવનાર લાભાર્થીઓ તેમને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર આધારીત બાયોમેટ્રીકસ પધ્ધતિ દ્વારા મેળવી શકે છે.
આ તકે મેયર ભરતભાઈ બારડ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ રૈયાબેન મિયાણી, ભાવનગર મહાનગરપાલિકા કમિશનર સુજીત કુમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવશ્રી રમેશચંદ્ર મીના, યુનાઈટેડ નેશન્સ વલ્ડ ફૂડ પ્રોગ્રામ પ્રતિનિધિ અને ક્ધટ્રી ડાયરેક્ટર એલિઝાબેથ ફૌરે, ડીએસઓ ચેતનકુમાર પ્રજાપતિ સહિતના પદાધિકારી - અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત
November 14, 2024 10:24 AMચોપાટી પર સફાઈ અભિયાનનું નાટક કરતા નેતાઓ અસ્માવતિઘાટે મહા સફાઈ અભિયાન યોજે
November 14, 2024 10:22 AMગિરનારની પરિક્રમા અંતિમ ચરણમાં, ભાવિકોની સંખ્યામાં અર્ધેાઅર્ધ ઘટાડો
November 14, 2024 10:22 AMજામનગરમાં ઠંડીની શરૂઆત: લઘુત્તમ તાપમાન 19 ડીગ્રી
November 14, 2024 10:19 AMવડિયા–બાંટવા દેવળીના ખખડધજ રોડનું મુહૂર્ત કયારે? ધારાસભ્યએ કરેલા વાયદાઓ પોકળ સાબિત થયા
November 14, 2024 09:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech