શ્યામ બેનેગલનું ઉમર સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. શ્યામ બેનેગલના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. શ્યામ બેનેગલના આજે બપોરે ૨ વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ઇલેકિટ્રક સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે તેમના ઘર ત્રિવેણી સંગમની બિલ્ડિંગની બહાર કેટલાક પોલીસકર્મીઓ તૈનાત જોવા મળ્યા, સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાયો હતો.
શ્યામ બેનેગલે ઝુબૈદા, અંકુર જેવી ફિલ્મોનું નિર્દેશન કયુ હતું. તેમણે ગઈકાલે સાંજે ૬.૩૦ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં જ તેણે પોતાનો ૯૦મો જન્મદિવસ ઉજવ્યો. સ્વર્ગસ્થ શ્યામ બેનેગલની પુત્રી પિયા બેનેગલે કહ્યું, તે લાંબા સમયથી કિડનીની બિમારીથી પીડિત હતા. બે વર્ષ પહેલા તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ત્યારથી તેમની ડાયાલિસિસની સારવાર ચાલી રહી હતી.
તાજેતરમાં ૧૪ ડિસેમ્બરે શ્યામ બેનેગલે તેમનો ૯૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ અવસર પર શબાના આઝમી, નસીદ્દીન શાહ અને દિવ્યા દત્તા સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ સાથે મળીને તેનો જન્મદિવસ ઉજવ્યો હતો. સૌથી વધુ નેશનલ એવોર્ડ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરનાર શ્યામ બેનેગલને ૮ ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. શ્યામ બેનેગલની ફિલ્મોએ ભારતીય સિનેમાને કેટલાક શ્રે કલાકારો આપ્યા, જેમાં નસીદ્દીન શાહ, ઓમ પુરી, અમરીશ પુરી, અનતં નાગ, શબાના આઝમી, સ્મિતા પાટિલ અને સિનેમેટોગ્રાફર ગોવિંદ નિહલાનીનો સમાવેશ થાય છે. જવાહરલાલ નેહ અને સત્યજીત રે પર ડોકયુમેન્ટ્રી બનાવવા ઉપરાંત, તેમણે દૂરદર્શન માટે યાત્રા, કથા સાગર અને ભારત એક ખોજ સિરિયલોનું નિર્દેશન પણ કયુ હતું.
શ્યામ બેનેગલનો જન્મ ૧૪ ડિસેમ્બર ૧૯૩૪ના રોજ હૈદરાબાદમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જો કે તેણે અર્થશાક્રનો અભ્યાસ કર્યેા હતો, પરંતુ પછીથી તેનો શોખ ફોટોગ્રાફી તરફ વળ્યો. તેમને બોલિવૂડમાં આર્ટ સિનેમાના પિતા પણ માનવામાં આવે છે, યારે તેઓ બાર વર્ષના હતા ત્યારે તેમણે તેમના ફોટોગ્રાફર પિતા શ્રીધર બી સાથે કામ કરવાનું શ કયુ હતું. બેનેગલ દ્રારા આપવામાં આવેલ કેમેરા પર તેની પ્રથમ ફિલ્મ બનાવી. તેમના પરિવારમાં તેમની પત્ની નીરા બેનેગલ અને પુત્રી પિયા બેનેગલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સફેદ વાઘની જોડીનું આગમન, મુલાકાતીઓ માટે નવું આકર્ષણ
December 24, 2024 07:48 PMજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું, 5 જવાનના મોત
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech