આઈટી રિટર્ન ફાઇલ કરવાના હવે આખરી બે દિવસ: પાંચ કરોડથી વધુ રિટર્ન ફાઈલ થયાં

  • July 29, 2024 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવકવેરા રિટર્ન ફાઇલ કરવાના હવે આખરી બે દિવસ બચ્યા છે તે પૂર્વે આજ દિવસ સુધીમાં પાંચ કરોડથી વધુ કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યા છે. ચાલુ વર્ષનું રિટર્ન ફાઇલ કરવા માટે કરદાતાઓનો કરવેરા સલાહકારોને ત્યાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
રાજકોટ સહિત દેશભરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેકસ પ્રેકિટસનરો રિટર્ન ફાઇલ કરવા માટે ઉંધા માથે કામે લાગી ગયા છે ૩૧ જુલાઈ પહેલા રિટર્ન ફાઇલ કરવા માટે છેલ્લા ઘણા દિવસોથી તડામાર કામગીરી ચાલી રહી છે.
ઇન્કમટેકસના પોર્ટલમાં પણ અનેક અડચણ આવી હતી જેના કારણે લાખો કરદાતાઓના રિટર્ન ફાઇલ કરવાની કામગીરી ટલ્લે ચડી હતી તો બીજી બાજુ ઓછા દિવસોમાં રિટર્ન ફાઇલ કરવા ની કામગીરી અશકય હોવાથી વિવિધ વેપારી પ્રતિનિધિ મંડળો દ્રારા નાણામંત્રી તેમજ સીબીડીટી સુધી આ તારીખ લંબાવવા માટે માંગણી કરવામાં આવી છે જોકે હજુ સુધી આ માંગણી નો સ્વીકાર થયો નથી.
આ દરમિયાન ૨૬ તારીખ સુધીમાં વર્ષ ૨૦૨૪–૨૫ નું રિટર્ન ફાઈલ કરવાનો આંકડો પાંચ કરોડથી વધારે નોંધાયો છે. આ ઉપરાંત આવકવેરા વિભાગે રિફડં મેળવવા માટે ખર્ચ અંગે દાવા ન કરવા માટે સૂચન કયુ છે.આઈટી વિભાગએ જણાવ્યું હતું કે આ પ્રકારના બોગસ કલેમ કરવા એ ગુનો છે. જેના માટે દડં પણ થઈ શકે છે. ઇન્કમટેકસ વિભાગ દ્રારા સમયસર રિફડં મેળવવા માટે યોગ્ય રીતે રિટર્ન ફાઇલ કરવુ જરી છે ચોકસાઈપૂર્વક રિટર્ન ફાઇલ કરવાથી રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બને છે આથી રિફડં માટે બોગસ કલેમ અપરાધ હોવાથી વિભાગે ખોટા દાવાના કરવા માટે કરદાતાઓને સલાહ આપી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application