પટેલ કોલોનીમાં મહિલાએ ખુલ્લા પ્લોટમાં કબર બનાવી ઝુપડુ ઉભુ કરીને દબાણ કર્યુ : કલેકટરમાં અરજી બાદ મામલો પોલીસમાં પહોચ્યો
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા કંડકટરનો પ્લોટ પચાવી પાડી તેમાં કબર બનાવીને ઝુપડુ ઉભુ કરી લેનાર મહિલા સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે. ફરીયાદના આધારે સીટી ડીવાયએસપી દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી છે.
જામનગરમાં શ સેકશન રોડ પર આવેલ સરદાર પટેલ સોસાયટીમાં રહેતા તેમજ એસ.ટી. વિભાગમાં કંડકટર તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ નટુભા જાડેજાના પટેલ કોલોની શેરી નં. 3 વિસ્તારમાં આવેલા પ્લોટમાં ગેરકાયદે પ્રવેશ કરી લઇ કબજો જમાવી લેવા અંગે તેમણે જામનગરની રોશનબેન અલીભાઈ સફિયા નામની મહિલા સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતીબંધીત) વિધેયક મુજબ સીટી-બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહાવીરસિંહએ 2015 ની સાલમાં જામનગરના અશોકભાઈ હરીદાસ જોશી નામના વ્યક્તિ પાસેથી પટેલ કોલોની શેરી નંબર 3માં હનુમાન મઢી મંદિર પાસે એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, કુલ 79.41 ચો.મી.નો થાય છે સીટી સર્વે નં. 2230વાળી મિલકતનો વેચાણ દસ્તાવેજ અવેજ ા. 7 લાખમાં જામનગર સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ તા. 5-5-2015થી કરેલ છે. અને તે પ્લોટને ખુલ્લો રાખ્યો હતો.
જે પ્લોટમાં રોશનબેન સફિયા નામની મહિલાને ગેરકાયદે પેશ કદમી કરી લઈ ત્યાં કબર બનાવી જે કબર પર પતરા ચડાવી સાઇડમાં પડદા બાંધી ઝુપડા જેવુ બનાવીને વર્ષોથી અનઅધીકૃત રીતે મિલકતનો કબ્જો કરી ધાર્મિક દબાણ કરી જમીન પચાવી પાડવા ભોગવટો રાખ્યો હતો અને જમીન ખાલી કરતા ન હોય આખરે મામલો જિલ્લા કલેક્ટર સમક્ષ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ અરજી કરવામાં આવી હતી.
જેની તપાસના અંતે જમીનમાં ગેરકાયદે દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું, આથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં રોશનબેન અલીભાઈ સફિયા સામે ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત વિધાયક કલમ 4(3),5(ગ) મુજબ ગુનો નોંધ્યો છે, અને શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ના સુપર વિઝનમાં સમગ્ર મામલાની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech