લાલપુરમાં રહેતા ભાઇ–બહેનને ઉપલેટાના મોટી વાવડી ગામે રહેતા શખસે સરકારી વિભાગમાં નોકરી આપવાનું કહી જેમાં યુવતીને રાજકોટ મ્યુ.કોર્પેા.ના સિવિક સેન્ટરમાં નસગની નોકરી અને તેના ભાઇને રાજકોટ જેટકો ઓફિસમાં વિધુત સહાયકની નોકરીની કહી તેમની પાસેથી કટકે કટકે કરી .૩.૦૮ લાખ પડાવી લીધા હતાં.બાદમાં નિમણુકપત્ર પણ આપ્યા હતાં.પરંતુ આ શખસની વર્તણૂક શંકાસ્પદ જણાતા આ લેટર લઇ જે તે કચેરીએ પહોંચતા ભાઇ–બહેનને તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી તેમણે આ અંગે રાજકોટના યુનિવર્સિટી પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રતિક ડઢાણીયા સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે આ ચીટરને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જામનગરના લાલપુરમાં રહેતી અને અહીં લાલપુરમાં સરકારી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરનાર ઉપાસનાબેન ડાડુભાઈ કરમુર(ઉ.વ ૨૬) નામની યુવતી દ્રારા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઉપલેટાના મોટી વાવડી ગામે રહેતા પ્રતિક કિરીટભાઈ ડઢાણીયાનું નામ આપ્યું છે.
યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અગાઉ લાલપુરમાં નર્સ તરીકે નોકરી કરતી હતી.બાદમાં વર્ષ ૨૦૨૪ માં તે રાજકોટમાં વોકહાર્ટ હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી અને પુષ્કરધામ પાસે ગલ્ર્સ હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારે તેની મહિલા મિત્રે મોનાલીએ કહ્યું હતું કે તેના ગામનો પ્રતિક તેને સરકાર નોકરી અપાવી દેવાનો છે જો તારે પણ સરકારી નોકરી કરવી હોય તો કહેજે. બાદમાં પ્રતિક ડઢાણીયાનો સંપર્ક કરાવ્યો હતો અને કહ્યું હતું કે, તેની સરકારી વિભાગોમાં સારી ઓળખાણ છે અને તે નોકરી કરાવી આપશે દરમિયાન આ યુવતી રાજકોટમાં આ સમયે પ્રતીક દઢાણીયા સાથે તેને નોકરી બાબતે વાતચીત થતા આ પ્રતિકે તેની સરકારી કચેરીઓમાં સારી ઓળખાણ છે અને તે નોકરી અપાવી દેશે તેવી વાત કરી હતી બાદમાં યુવતીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશનના સિવિક સેન્ટરમાં નર્સ તરીકે તેમજ તેના ભાઈ ભાર્ગવને રાજકોટ જેટકો ઓફિસમાં વિધુત સહાયક તરીકેની નોકરી અપાવવાની વાત કરી હતી.
બાદમાં આ નોકરી માટે અલગ અલગ વહીવટ કરવાના નામે તેણે આ ભાઈ–બહેન પાસેથી પિયા ૩.૦૮,૧૦૦ ની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ તેણે બંને ભાઈ બહેનને નિમણૂકપત્રો પણ આપ્યા હતા એટલું જ નહીં તે ટ્રેનિંગ માટે બંનેને ગાંધીનગર પણ લઈ ગયો હતો અને ત્યાં કહ્યું હતું કે, હવે એક છેલ્લી સહી બાકી છે ૫૦૦૦૦ આપવા પડશે જેથી યુવતીએ લાલપુરમાં રહેતા તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી પિતાએ તુરતં આ રકમ ટ્રાન્સફર કરી આપી હતી પરંતુ આ સમયે યુવતીના પિતાને પ્રતીકની વાતો પર શંકા જતા તેણે તુરતં પોતાના સંતાનોને રાજકોટ આવી જવા કહ્યું હતું અને તેઓ પણ લાલપુરથી રાજકોટ આવ્યા હતા.
ત્યારબાદ પ્રતિકે આપેલા નિમણૂકપત્રો લઈ રાજકોટ કોર્પેારેશન અને જેટકોની ઓફિસમાં આ બાબતે તપાસ કરતા આ નિમણૂક પત્રો બનાવટી હોવાનું અને બિનઅધિકૃત હોવાનું કહેતા આ પરિવારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડું હતું ત્યારબાદ પ્રતિકનો સંપર્ક કરતા તેણે પૈસા પરત આપવાની વાત કરી હતી પરંતુ પૈસા પરત આપ્યા ન હતા. જેથી સરકારી વિભાગમાં નોકરી અપાવવાના બહાને પિયા ૩.૮ લાખની રકમ પડાવી લઇ છેતરપિંડી કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે પ્રતિક ડઢાણીયાની સામે બીએનએસ કલમ ૩૧૮(૪), ૩૩૬(૨),૩૩૬(૩) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવાની વધુ તપાસ પી.એસ.આઇ વી.જી.ડોડીયા ચલાવી રહ્યા છે. પોલીસે આ ચીટરને ઝડપી લઇ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech