ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર્ર, કર્ણાટક, દિલ્હી સહિત અનેક રાયોમાં એક પછી એક ધરતી ધ્રૂજી રહી છે. લેહ–લદ્દાખમાં મંગળવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકપં લદ્દાખ વિસ્તારમાં સવારે ૫.૩૯ વાગ્યે આવ્યો હતો. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૪ હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૫.૨૭ અક્ષાંશ અને ૭૫.૪૦ રેખાંશ પર સ્થિત હતું. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાન–માલનું નુકસાન થયું નથી.યારે સવારે લદ્દાખમાં ભૂકપં આવ્યો ત્યારે મોટાભાગના લોકો પોતાના ઘરમાં સૂતા હતા. ભૂકંપના આંચકા અનુભવતા કેટલાક લોકો ઘરની બહાર આવી ગયા હતા. ડિઝાસ્ટર વિભાગે કહ્યું કે કોઈ નુકસાન થયું નથી.
લદ્દાખમાં ભૂકંપનો ખતરો શું છે?
ભૂકંપના જોખમને ધ્યાનમાં રાખીને વિસ્તારોને અલગ–અલગ ઝોનમાં રાખવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સિસ્મિક ઝોન ૪ અને ૫ માં આવે છે. મતલબ કે આ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે.કર્ણાટકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાઆ પહેલા સોમવારે પણ વહેલી સવારે કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં વિવિધ સ્થળોએ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા વિજયપુરા નગર અને બાસાવનબાગેવાડી તાલુકાના મનાગોલી નગરના કેટલાક ભાગોમાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
February 24, 2025 11:25 AMઆજનું રાશિફળ : આ રાશિના લોકોએ લેવડ-દેવડમાં સાવધાની રાખવી, ઘરમાં ધન-સમૃદ્ધિ વધતી રહેશે
February 24, 2025 11:25 AMશેરબજારમાં સુસ્તી યથાવત: સેન્સેક્સ 757 પોઈન્ટ ગગડ્યો
February 24, 2025 11:25 AMકોલિફોર્મ બેક્ટેરિયા ગંગાના પાણીમાં વિકસી જ ન શકે: વિજ્ઞાનીનો ઘટસ્ફોટ
February 24, 2025 11:23 AMન્યૂયોર્કથી દિલ્હી આવતા વિમાનમાં બોમ્બની ધમકી, ઇટાલીમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
February 24, 2025 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech