ઘટાડાના પાટા પર શેરબજારની ગાડી જાણે સડસડાટ દોડી રહી હોય તેમ આજે પણ સેન્સેક્સ 757 પોઈન્ટ ઘટીને 74554ના સ્તરે આવી પહોચ્યો જ્યારે, નિફ્ટીએ ઘટાડાની બેવડી સદી ફટકારી છે અને તે 228 પોઈન્ટ ઘટીને 22568ના સ્તરે પહોંચી ગયો. નિફ્ટીના ટોચના લુઝર્સની યાદીમાં એચસીએલ ટેક લગભગ 3 ટકા ઘટ્યા છે. વિપ્રો, શ્રીરામ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા અને ટ્રેન્ટના શેરમાં પણ 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
સેન્સેક્સમાં સૌથી વધુ ઘટાડાવાળા શેરોમાં ઝોમેટો, પાવર ગ્રીડ, એચસીએલ ટેક, એચડીએફસી બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એનટીપીસી, ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે.
યુએસ શેર બજારમાં ભારે ઘટાડા બાદ સ્થાનિક શેર બજારની શરૂઆત પણ સારી રહી ન હતી. સેન્સેક્સ 417 પોઈન્ટના ઘટાડા સાથે 74893 પર ખુલ્યો. એનએસએ ના 50 શેરના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટીએ સદીનો આંકડો પાર કર્યો અને આજના ટ્રેડિંગની શરૂઆત 0.82 ટકાના ઘટાડા સાથે 22609 પર થઈ હતી.
શુક્રવારે યુએસ શેરબજારમાં ઘટાડાના તોફાન બાદ સ્થાનિક શેરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 આજે મોટા ઘટાડા સાથે ખુલ્યા. કારણ કે, એશિયન બજારો આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. બીજી તરફ, ભારતીય શેરબજાર શુક્રવારે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 424.90 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 75,311.06 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 117.25 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 22,795.90 પર બંધ થયો.
શુક્રવારે સુસ્ત આર્થિક અહેવાલો, નવા ટેરિફ ધમકીઓ અને ગ્રાહક માંગમાં નરમાઈ અંગેની ચિંતાઓને કારણે યુએસ શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 748.63 પોઈન્ટ અથવા 1.69 ટકા ઘટીને 43,428.02 પર બંધ રહ્યો હતો, જ્યારે એસ એન્ડ પી 500 104.39 પોઈન્ટ અથવા 1.71 ટકા ઘટીને 6,013.13 પર બંધ રહ્યો. નાસ્ડેક કમ્પોઝિટ ૪૩૮.૩૬ પોઈન્ટ અથવા ૨.૨૦ ટકા વધીને ૧૯,૫૨૪.૦૧ પર બંધ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech