મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળામાં પ્રતિભા પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

  • February 24, 2025 11:22 AM 

ઓખમંડળ તાલુકામાં આવેલી વર્ષો જૂની અને પ્રસિધ્ધ એવી શ્રી મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ શાળા માં ગત તારીખ 22/2/25 ને શનિવાર નાં રોજ શાળા નાં તેજસ્વી વિદ્યાર્થીઓ ને સન્માનિત કરવા નું અને વાર્ષિક ઉત્સવ નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે મીઠાપુર ટાટા કેમિકલ્સ નાં શ્રી એન કામથ સાહેબ, અન્ય અધિકારીગણ, શાળાની કમિટી નાં સભ્યો, મીઠાપુર હાઈસ્કુલ નાં આચાર્ય તથા ડી.એ.વી. સ્કૂલના આચાર્ય તેમના શિક્ષકગણ હાજર રહ્યા હતા.


આ કાર્યક્રમ માં શાળા નાં જ નાના નાના ભૂલકાઓ દ્વારા  સ્વાગત ગીત, અંગ્રેજી નાટક, ગુજરાતી નાટક, શિવ તાંડવ, હોળી ગીત વગેરે રજૂ કરી ઉપસ્થિત લોકો નાં દિલ જીતી લીધા હતા. આ તકે શાળાના 3 શિક્ષકો અચર્બિેન જગદીશભાઈ મીન, બીનાબેન પંડ્યા, જયશ્રીબેન વિક્માને  ટીચર્સ ઓફ ધ યર ના એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.આ ઉપરાંત શાળા નાં તેજસ્વી તારલાઓ ને ઉપસ્થિત અતિથિગણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે શાળા નાં  આચાયર્િ યોગિતા બેન શમર્િ ઉપરાંત તમામ શિક્ષકો નો સિંહફાળો રહ્યો હતો. આ તકે કામથ સર ના હસ્તે સંસ્થાના ન્યૂઝ લેટરનું લોન્ચિંગ કરવામાં આવેલ હતું તથા હાઉસ ટ્રોફી પણ આપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application