રાજકોટના ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં બુધવારના દિવસે રજા હોવાથી કારખાના–ફેકટરીઓના માલીકો, શ્રમિકો હરવા–ફરવા અને ખરીદી સહિતના કામની પતાવટ કરતા હોય છે. ગઈકાલે બુધવારની રજામાં જુગારની મજા માણવા માટે કારખાનામાં ફિલ્ડ બેસાડતા કારખાનેદાર તેમજ જાહેરમાં પત્તા રમતા શ્રમિકોને પોલીસે પકડી પાડા હતા. લોધીકામ મેટોડા, શાપર પોલીસના જુદા જુદા ચાર દરોડામાં કારખાનેદાર સહીત ૧૮ શખસોને ઝડપી પાડી ૩૫ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ રાજકોટ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, શાપર (વેરાવળ)માં ઉર્જા ઈન્ડસ્ટ્રીઝલ એરિયામાં આવેલા જય સરદાર એન્જીનીયરીંગ કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડતા જુગાર રમાડનાર કારખાનેદાર સંકેત વાઘજી ખૂંટ (રહે–શાપર), હાર્દિક ભુપતભાઇ કાકડીયા (રહે–ગ્રીનપાર્ક, બાપા સીતારામ ચોક શેરી નં–૨), દીપક મગનભાઈ વસાણી (રહે–પાર્થ ટાવર, ૧૫૦ ફટ રીંગરોડ), ગૌતમ વિનોદભાઈ વોરા (રહે–શાપર), રાઘવજી હરજીભાઇ ત્રાડા (રહે–નિકાવા, તા.કાલાવડ), વિપુલ મનસુખભાઇ વોરા (રહે–શાપર), મુકેશ દિનેશભાઇ રાઠોડ (રહે–મોટા વડા, તા.લોધીકા) તમામને ઝડપી પાડી રોકડ, ત્રણ વાહન, સાત મોબાઈલ મળી કુલ .૩૪,૯૬,૫૦૦નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધ્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ અને એએસઆઇ રવીદેવભાઈ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહિતભાઈ બકોત્રા, વકારભાઈ આરબ, પ્રકાશભાઈ પરમારની સંયુકત બાતમીના આધારે કરવામાં આવી હતી.
લોધીકા નજીક જુગાર રમતા સાત ઝડપાયા
લોધીકા પોલીસે મોટી મેંગણી ગામથી આગળ જાહેરમાં જુગાર રમતા સંજય નાથાભાઈ મકવાણા, મનસુખ ઉર્ફે મનુ નાથાભાઈ મકવાણા, અનિલ બેચરભાઈ સીંગલ (રહે ત્રણેય મેંગણી)ને ઝડપી પાડી રોકડ ૧૦,૭૦૦ની મત્તા કબ્જે કરી હતી. લોધીકા પોલીસે વધુ એક દરોડો પીપળીયા પાળ ગામ પાસે અવધ રેસિડેન્સી નજીક જાહેરમાં પાના ટીચતાં વિજયદાસ વસંતદાસ દુધરેજીયા, ગોવિંદ રાકેશભાઈ શર્મા, જયદીપ ઉર્ફે જલ્લો પ્રભુભાઈ બારોટ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગિરધરભાઇ જેઠવા (તમામ રહે–પીપળીયા પાળ)ને પકડી પાડી રોકડ ૫૧૦૦ની મત્તા કબ્જે કરી હતી.
મેટોડામાં પાના ટીચતાં ત્રણ ઝબ્બે
મેટોડા પોલીસે જીઆઈડીસી ગેઇટ નં–૧માં ગણેશ મીલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા સંતોષ મહાવીર કુશવાહા, ભૈંસિંહ ચેતસિંહ પટેલ, અમૃત પ્રભુદાસ પરમાર (રહે ત્રણેય–મેટોડા જીઆઇડીસી)ને ઝડપી લઇ રોકડ ૪૩૦૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
વિરપુરમાં વરલીનો જુગાર રમાડતો શખ્સ પકડાયો
વીરપુરમાં પંચવટી રોડ, બગીચાના ખૂણે જાહેરમાં વરલીના આકડા લખી જુગાર રમાડી પૈસાની હારજીત કરતો અશ્વિન નટુભાઈ સીતાપરાને સ્થાનિક પોલીસે પકડી પાડી રોકડ ૧૦૨૦ અને વરલીનું સાહિત્ય કબ્જે કરી ગુનો નોંધ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech