કેશોદના જુના ગામતળ વિસ્તારમાં આવેલા કુતનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ બહોળી સંખ્યામાં ભાવિકો ભકતો પુજા અર્ચના કરવા આવે છે અને દરરોજ સાંજે જુદાં જુદાં શૃંગાર કરવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ઉૈન મહાકાલેશ્ર્વર મહાદેવની જેમ શૃંગાર કરી ભસ્મ આરતી કરવામાં આવી હતી. લોકમુખે અને સાહિત્યમાં ઉલ્લ ેખનીય માહિતી મુજબ કેશોદ શહેરમાં દ્રાપર યુગમાં અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો આવ્યાં હતાં અને હાલના ડીપી રોડ પર ભીમકુડ ખાતે સ્નાન કયુ હતું અને માતા કુન્તી ને મહાદેવ ની પુજા અર્ચના કરી ભોજન લેવાનો નિયમ હોય મહાદેવની સ્થાપના કરી હતી જે કુતનાથ મહાદેવ તરીકે પુજાય છે. માતા કુન્તી એ વાળ ધોયાં પછી પાણીનું ટીપું ધરતી પર પડતાં કેશઓઝ નામ પડયું હતું સમય જતાં અસ્ભ્રસ થઈ કેશોદ તરીકે ઓળખાય છે. વર્ષેા પહેલાં કેશોદના એક પટેલ ખેડૂતને શિવલિંગ જમીનમાં દટાઈ હોવાનો સંકેત યોગ નિદ્રામાં મળતાં ખોદકામ કરતાં શિવલિંગ પ્રગટ થયું હતું અને ખોદકામ દરમિયાન ઘા લાગતાં શિવલિંગ ઉપરના ભાગમાં ખાડો પડેલો છે. કેશોદના કુતનાથ મહાદેવ મંદિરમાં પાંડવો દ્રારા સ્થાપિત શિવલિંગ આપોઆપ વર્ષે ચોખાભાર વધે છે અને શિયાળો ઉનાળો અને ચોમાસામાં રગં બદલાઈ જાય છે. કેશોદ શહેર અને આસપાસના ભાવિકો ભકતો માટે આસ્થાનું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ ને શૃંગાર કરી આરતી કરવામાં આવે તો દર્શનાર્થીઓ માટે આધ્યાત્મિક રીતે ખુબ જ પુણ્યશાળી અને મનની વ્યાકુળતા દુર કરનાર માનવામાં આવે છે. કેશોદના કુતનાથ મહાદેવ મંદિર ખાતે ગંગામૈયા ની પ્રતિકૃતિ વેશભૂષામાં તૈયાર કરવામાં આવી હતી અને એમની પણ પુજા અર્ચના કરવામાં આવી હતી. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિત સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ સહિત ભાવિકો ભકતો બહોળી સંખ્યામાં ભસ્મ આરતીમાં જોડાઈને મનોવાંછિત ફળ મેળવવા પ્રાર્થના કરી હતી. કેશોદ કુતનાથ મહાદેવ મંદિરના મહતં પુજારી રાજુ બાપુએ એકાત્મતા ની સાથે ભસ્મ આરતી ઉતારી ત્યારે અલૌકિક વાતાવરણ બની ગયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech