કોલકાતાની સરકારી આરજી કાર હોસ્પિટલની અનુસ્નાતક તાલીમાર્થી મહિલા ડૉક્ટરનું પોસ્ટમોર્ટમ કરનાર ડૉ. સુવર્ણા ગોસ્વામીએ દાવો કર્યો છે કે મૃતકના શરીર પરના ઈજાના નિશાન દર્શાવે છે કે આ ગુનામાં એકથી વધુ વ્યક્તિઓ સામેલ છે.
પીડિતાના શરીર પર 150 મિલિગ્રામ વીર્ય મળી આવ્યું
ડૉક્ટરે કોલકાતા પોલીસના પ્રારંભિક દાવાઓને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ગુનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ છે. તેણે પીડિતાના શરીરમાં 150 મિલિગ્રામ વીર્ય મળ્યાનો દાવો કર્યો હતો. મૃતકના માતા-પિતાએ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટને ટાંકીને હાઈકોર્ટમાં જજ સમક્ષ આ વાત કહી હતી.
મૃતકના શરીર પર ઈજાના અનેક નિશાન
ડૉ. સુવર્ણા ગોસ્વામી કહે છે કે વીર્યનો આટલો જથ્થો એક વ્યક્તિમાંથી ન હોઈ શકે. તેથી એવી આશંકા છે કે એક કરતા વધુ લોકોએ પીડિતા પર બળાત્કાર કર્યો હતો. તેણે કહ્યું કે મૃતકના શરીર પર ઈજાના અનેક નિશાન હતા, જે ઘાતકી અને હિંસક હુમલાનો સંકેત આપે છે.
મૃતકની માતાને મૃતદેહ બતાવવા માટે કલાકો સુધી બેસાડી રાખ્યા
બીજી તરફ મહિલા તબીબની માતાએ મીડિયાને જણાવ્યું કે હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ તેમને મૃતદેહ જોવા દેવાયો ન હતો. હું તેમના પગે પડી, તેમને વિનંતી કરી કે મને મારી પુત્રીને મળવા દો. તેઓએ અમને ત્રણ કલાક પછી બપોરે બે વાગ્યે તેનો મૃતદેહ બતાવ્યો. મારી સાથે એક સંબંધી પણ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆંતકનો અંત નથી, વિદ્યાનગરમાં ત્રણ કાર આગને હવાલે કરી
May 20, 2025 03:46 PMમાતા-પિતા વિહોણી ક્ધયાઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો
May 20, 2025 03:41 PMમોરારીનગરમાં પત્નીના ભાઈઓ સહિતનાનો પતિ,પુત્ર,સાસુ સસરા ઉપર ધોકા-પાઇપથી હુમલો
May 20, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech