હાપા સ્ટેશનના બાંકડા પર સુતેલા યુવાન પર છરીથી હુમલો

  • November 09, 2023 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છાતીમાં છરી ફસાઇ : ૧૦૮ની ટીમે સારવારમાં ખસેડયો

જામનગર નજીક હાપા રેલ્વે સ્ટેશન ખાતે બાંકડા પર સુતેલા દાઢીધારી યુવાન પર કોઇએ છરીથી હુમલો કરી દેતા દેકારો મચી ગયો હતો, આથી હુમલાખોર ત્યાથી પલાયન થઇ ગયો હતો, જયારે ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવેલ છે.
જામનગરના હાપા રેલ્વે સ્ટેશનમાં બાંકડા પર સુતેલા એક યુવાન પર અચાનક છરીથી શખ્સે હુમલો કરી દેતા યુવાનને છરી છાતીના ભાગે ફસાઇ ગઇ હતી અને બનાવના પગલે દોડધામ મચી ગઇ હતી, દેકારો થતા હુમલાખોર ત્યાથી નાશી છુટયો હતો.
આ અંગે ૧૦૮ને જાણ કરવામાં આવતા તાકીદે ૧૦૮ની ટીમના પાયલોટ સહદેવસિંહ તથા જયદીપ આહિર સહિતની ટીમ દોડી આવી હતી, ઇજાગ્રસ્તને તાત્કાલીક જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, કયા કારણસર અને કોણે હુમલો કર્યો એ દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application