નાઘેડીમાં બાંધકામના ધંધાર્થી પર છરી વડે હુમલો

  • June 06, 2023 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૈસાની લેતી દેતીના મામલે બબાલ : પોરબંદરના ત્રણ શખ્સો સામે ફરિયાદ

જામનગર નજીક નાઘેડીમાં રહેતા ક્ધસ્ટ્રકશનના એક ધંધાર્થી પર છરી વડે હુમલો કરાયો છે, અને પૈસાની લેતી દેતી ના મામલે પોરબંદરના ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગર નજીક નાઘેડીમાં અવધનગરી વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા રાજુભાઈ કારાભાઇ ખીસ્તરિયા નામના ૩૧ વર્ષના યુવાને પોતાના ઉપર છરી તથા મૂઢ માર મારી ઇજા પહોંચાડવા અંગે પોરબંદરના ગીતાનગરમાં રહેતા રાયદે દેવશીભાઈ ઓડેદરા, રાજુ દેવશીભાઈ ઓડેદરા નામના બે ભાઈઓ અને તેના એક સાગ્રીત સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાને હાથના ભાગે છરી વાગી હોવાથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે.
ફરીયાદી રાજુભાઇને આરોપી રાયદે પાસે હાથ ઉછીના આપેલ રુા. ૧.૨૦ લાખ તથા ફરીયાદીએ તેની સ્કોડા કાર એજાજને વેચેલ જેના રુા. ૨૫ હજાર એજાજે રાયદેને આપેલ હોય તે રુપીયા લેવાના હોય જેથી આરોપીએ ફરીયાદીને નાઘેડી પાટીયા પાસે મળવા બોલાવ્યો હતો. દરમ્યાન અપશબ્દો બોલી છરીનો છરકો કરી ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી હતી.
**
*ઓખામાં યુવાનને અપમાનિત કરી અપાતી ધમકી
ઓખા મંડળના પોશીત્રા ગામે રહેતા મુરાભાઈ પાલાભાઈ પરમાર નામના ૪૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને પોશીત્રા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પોશીત્રા ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. જ્યાં પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા તથા અન્ય બીજા પ્રશ્નો વિશે રજૂઆત કરતા હોય, તે દરમિયાન આ સ્થળે આવી અને આ જ ગામના બાબુ ગોદળભાઈ ગાદ, ઘુંઘાભા પોલાભા ગાદ અને રમેશભા ગોદળભા ગાદએ કવેણ કહી અને અશોભનીય વર્તન કરી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. એટલું જ નહીં, આરોપી શખ્સોએ બિભત્સ ગાળો કાઢી, કાંઠલો પકડી અને બાજુમાં પડેલા લોખંડના સળિયા વડે માર મારતા તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ ઉપરાંત તેમના ઘરે જઈ અને ઘરે રહેલા ફરિયાદીના ભાઈ કેશાભાઈને પણ આરોપી બાબુભાઈ તથા રમેશભાએ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ઓખા મરીન પોલીસે મુરાભાઈ પાલાભાઈ પરમારની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ ઉપરાંત એટ્રોસિટી એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં આગળની તપાસ એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application