ગુજરાતમાં જૂના વાહનોને ઇલેકિટ્રકમાં ફેરવવા માટેની કિટ ઉપલબ્ધ કરાવાશે

  • February 17, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં ઇવીના પ્રવેશ પછી પેટ્રોલ અને ડીઝલ સંચાલિત વાહનોમાં ઈંધણ કન્વર્ટ કરવા માટે મંજૂરી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ માટે ચોક્કસ નીતિ બનાવવામાં આવશે. જૂના વાહનોના પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે આ વિચારણા શરૂ  કરવામાં આવી છે.મોટર વાહન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતના શહેરોમાં ફરતા જૂના વાહનોમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે. તેને દૂર કરવા માટે રાય સરકાર પ્રયાસ કરતી હતી તે સંજોગોમાં કેન્દ્ર સરકારના નિર્ણયને પગલે હવે જૂના વાહનોને કન્વર્ઝનનની મંજૂરી આપવામાં આવશે.

આ પદ્ધતિને રેટ્રોફિટીંગ કરેવામાં આવે છે અને તેના દ્રારા જૂનું વાહન હાઇબ્રીડમાં પાંતરિત થઇ શકે છે પરિણામે પ્રદૂષણની માત્રાને ઘટાડી શકાય છે. હાઇબ્રીડ એટલે કે ઇલેકિટ્રક વ્હિકલમાં જૂના વાહનને મોડીફાઇડ કરવામાં આવે છે.કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે રેટ્રોફિટીંગની મંજૂરી આપ્યા બાદ એક નોટીફિકેશન બહાર પાડું છે, જેનો અમલ ગુજરાત સરકાર કરવા જઇ રહી છે. હાલ આ નોટીફિકેશનનો અભ્યાસ ચાલી રહ્યો છે અને તેને ગુજરાતમાં કેવી રીતે અમલી બનાવવું તેના સૂચનો મેળવવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં તેની જાહેરાત કરશે.

રેટ્રોફિટીંગની કીટ બનાવનારી કંપનીઓને સર્ટીફાઇડ કરવાની કાર્યવાહી ભારત સરકારમાં ચાલી રહી છે. ઇલેકિટ્રક કીટના ઉત્પાદકોના રજીસ્ટ્રેશનની યાદી બહાર પાડવામાં આવ્યા પછી તે ઉત્પાદકો સીએનજી કીટની જેમ જૂના વાહનોને ઇલેકિટ્રક વાહનમાં કન્વર્ટ કરી આપશે.વિશ્વની ખ્યાતનામ ઓટોમેટીવ ટેકનોલોજી કંપનીઓ જેવી કે બોશ અને કમિન્સને આ ટેકનોલોજી પૂરી પાડવા કહેવામાં આવ્યું છે. આવા પાંતરણનો ખર્ચ એક થી દોઢ લાખ રૂપિયા જેટલો હશે. જોકે, તેનું પ્રમાણ વધે તેની સાથે તેના ખર્ચમાં ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application