પતગં મહોત્સવ સુપરહિટ; રાજકોટવાસીઓ ઉમટ્યા

  • January 10, 2024 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે આજ રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવ– ૨૦૨૪ યોજાયો હતો. આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં જર્મની, ઇરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો જોડાયા હતા. આ તકે બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ પતગં મહોત્સવ માણવા ઉમટી પડતા આયોજન સુપરહિટ નીવડું હતું. પતગં મહોત્સવના પ્રારંભે મેયર અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન સહિતના પદાધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા. મહોત્સવનો શુભારભં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના હસ્તે કરાયો હતો તેમજ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાય સરકાર દ્રારા ગુજરાતનુ પ્રવાસન ક્ષેત્ર આગવું સ્થાન પ્રા થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનુ રાજકોટ મહાપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુકત ઉપક્રમે આજે સવારે ૯:૩૦ કલાકે ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા સહિતના દેશોના પતંગવીરો આ આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં જોડાયા હતા. તદઉપરાંત બિહાર, મહારાષ્ટ્ર્ર, પંજાબના પતંગવીરો પણ જોડાયા હતા.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાય સરકારના માધ્યમથી રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન દ્રારા આજે આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવનું આયોજન કરાયું છે. આ મહોત્સવમાં પતંગ, દોરી, આકાશ અને પવન જોઇએ જે આજે બધું જ છે તો આ અવસરને માણવા અને આવવા બદલ અભિનંદન પાઠવું છું.

મેયરએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ અવસરે ભારત સહિત અન્ય દેશમાંથી પતંગબાજો અહીં પધારેલ છે અને બાળ ગીત અને લ ગીતમાં પણ જેનો ઉલ્લેખ થયો છે તેવી પતંગનો આજે આ મેદાનમાં આપ સૌ સંગીત સાથે માહોલ ઉભો કરવાનો છે. નાના બાળકથી વૃદ્ધ સુધી તમામને ગમતો વિષય છે. સાથે સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે જેમાં ચીકીનો પણ સમાવેશ થાય છે. આવો આપણે સૌ સાથે મળીને આ મહોત્સવને ઉજવીએ અને માણીએ.

કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્રારા કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું ખાદીના માલ અને પુષ્પ વડે સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પરેખા મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સરોજીની નાયડુ સ્કુલના છાત્રો દ્રારા રણછોડ રંગીલા નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અને ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્રારા ખલાસી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ગરબા દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો, વિદેશી પતંગબાજો અને શહેરીજનો ગરબાના તાલે ઝૂમી ઉઠા હતા. કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્રારા કરવામાં આવ્યુ હતું.

આ પતગં મહોત્સવમાં ૩૮ વિદેશી કાઇટીસ્ટો જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઈઝરાઈલ, ઇટાલી, જોર્ડન, કોરિયા, લેબનોન, નેપાળ, નેધરલેંડ, યુ.કે., જોર્જિયા, ઇસ્ટોનિયા જેવા દેશના પતંગબાજો તેમજ ભારતના બિહાર, પંજાબ અને મહારાષ્ટ્ર્ર રાયના ૧૪ પતંગબાજો અને રાજકોટ સહીત ગુજરાતના અન્ય જિલ્લાના ૫૮ પતંગબાજોએ ભાગ લીધો હતો. આ સર્વે પતંગવીરોએ ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડમાં અવનવી, પચરંગી, થીમ આધારીત પતંગો ઉડાડી આકાશને રંગબેરંગી બનાવ્યું હતું.


પંજાબી પતંગબાજની કપાયેલી પતગં શોધવા મ્યુનિ. વાહનો દોડાવાયા: મામલો પોલીસમાં

શહેરના ડીએચ કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજીત આંતરરાષ્ટ્ર્રીય પતગં મહોત્સવમાં આવેલા પંજાબના પતંગબાજની પતગં કપાઈ ગઈ હતી અને ઉડીને ટાગોર રોડ તરફ પડી હતી. દરમિયાન ત્યાંથી પતગં લેવા જાય તે પુર્વે જ કોઈક આ પતગં લઈ જતાં તંત્રવાહકો ધંધે લાગ્યા હતા. સ્થળ ઉપર ઉપસ્થિત મહાપાલિકાના વાહનો આ પતંગને શોધવા માટે દોડાવવામાં આવ્યા હતા તેમ છતાં પતગં નહીં મળતા આ પંજાબી પતંગબાજ એ–ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હોવાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. પતગં શોધવા માટે સીસીટીવી કેમેરા સર્વેલન્સ પણ કરવામાં આવે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News