રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્યના ભાઈ, ખીરસરાના ઉપસરપંચને ખૂનની ધમકી

  • February 24, 2023 06:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના ભાઈ અને ખીરસરા ગામના ઉપસરપંચ ખીમજી જેઠાભાઈ સાગઠિયા તથા પુત્ર જીજ્ઞેશ ખીમજીભાઈને ખીરસરા ગ્રામ પંચાયતના સભ્ય અપ્પુ ઉર્ફે બલદેવ ભીખાભાઈ વાગડિયા, લોધીકા તાલુકા પંચાયતના સભ્ય અવનબેનના પતિ શ્યામ કાળુભાઈ સોલંકી તથા જીજ્ઞેશ મનજીભાઈ સરવૈયા રહે.ત્રણેય ખીરસરા ગામએ મળીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ લોધીકા પોલીસ મથકે નોંધાયો છે. ગત સપ્તાહે થયેલા ડખ્ખામાં જે તે સમયે નોંધાયેલી ફરિયાદ બાદ વધઉ એક ફરિયાદ નોંધાઈ છે. ખીરસરા ગામમાં ચાલતો આંતરિક ડખ્ખો વધુ વકરે નહીં તે માટે પોલીસે તકેદારી રાખવી જ‚રી બની છે.
​​​​​​​
ગત સપ્તાહે તા.૧૪ના રાત્રીના ગામમાં વીજપોલ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવા બાબતે ગ્રામ્ય પંચાયતના સભ્ય અપ્પુ ઉર્ફે બલદેવ વાગડિયા અને ઉપસરપંચ ખીમજીભાઈ સાગઠિયા વચ્ચે બોલાચાલી અને હાથાપાઈ થઈ હતી. બીજા દિવસે બપોરે બલદેવ, શ્યામ સોલંકી, બલદેવના પરિવારજનો ખીમજીભાઈના ઘરે બલદેવ સાથે રાત્રે કરેલી માથાકૂટ સંદર્ભે ધસી ગયા હતા. ત્યાં ફરી બોલાચાલી થઈ હતી. એ જ દિવસે સાંજે બલદેવ ઉર્ફે અપ્પુના ભ‚ડી ગામના રહેવાસી સાળા સહિતના ત્રણ શખસોએ મેટોડામાં ખીમજીભાઈના પુત્ર પર હુમલો કર્યો હતો જે તે સમયે જ એ ઘટનાની અપ્પુના સાળા સહિતના સામે ફરિયાદ નોંધાઈ હતી.
ફરી વધુ એક નોંધાયેલી ફરિયાદમાં હવે આરોપી તરીકે ખીરસરા ગામના રહેવાસી બલદેવ, શ્યામ સોલંકી અને જીજ્ઞેશ સરવૈયાને દર્શાવાયા છે. ફરિયાદના આરોપ મુજબ એ જૂની ઘટનામાં તા.૧૫ના બપોરના સમયે ત્રણે શખસો ખીમજીભાઈ ઘરે ધસી ગયા હતા. આગલી રાતે લાઈટ બંધ થવામાં અપ્પુએ વીજપોલ પરથી ડીઓ ઉતારી લીધેલ હતા અને લાઈટ ચાલી ગઈ હતી તે બાબતે ખીમજીભાઈએ આવું કેમ કર્યું ન કરવા સમજાવ્યા હતા. જેનો ખાર રાખી ત્રિપુટી ખીમજીભાઈના ઘરે પહોંચી હતી અને ગાળો આપી હવે પછી અમને કો, શીખામણ દેતા નહીં નહિતર મારી નાખશું કહી ધમકી આપી હતી અન્ય લોકો એકઠા થઈ જતાં ત્રિપુટી ત્યાંથી ચાલી ગઈ હતી. પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડની તજવીજ હાથ ધરી છે. જે તે સમયે બનાવ સંદર્ભે બલદેવ ઉર્ફે અપ્પુ દ્વારા પણ તા.૧૫ના રોજ ખીમજીભાઈ તેના પુત્ર સહિતના સામે લોધીકા પોલીસમાં લેખિત ફરિયાદ (અરજી) આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application