જૂનાગઢ જિલ્લામાં કેશોદમાં પોણા ત્રણ ઇંચ, મેંદરડા અઢી ઇંચ

  • July 11, 2023 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 જુનાગઢ જિલ્લામાં મેઘરાજાના બીજા રાઉન્ડમાં પણ સટાસટી હોય તેમ ગિરનાર જંગલ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે દામોદર કુંડ સોનરખ નદી બે કાંઠે વહી રહી છે.જિલ્લામાં વિસાવદરમાં ગઈકાલે સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો વિસાવદર ઉપરાંત માળીયાહાટીના માં સાડા ત્રણ, કેશોદમાં ત્રણ, મેંદરડા માં અઢી ઇંચ, માંગરોળમાં એક ઇંચ અને જુનાગઢ વંથલી અને ભેસાણમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. વિસાવદર પંથકમાં સતત વરસાદથી ધેડ પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.
​​​​​​​
જુનાગઢ જિલ્લામાં સતત વરસાદથી સૌથી વધુ નુકસાની ધેડ પંથકમાં થઈ રહી છે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેને પગલે ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. જિલ્લામાં ગત મધરાત્રી થી આજે સવારે ૧૦ સુધીમાં  માળીયાહાટીનામાં એક ઇંચ અને મેંદરડામાં અડધો ઇંચ જ્યારે અન્યત્ર હળવા ઝાપટા નોંધાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application