1 માંથી 41મા નંબરે પોહચ્યા કેજરીવાલ, બદલાઈ વિધાનસભાની સીટ, જાણો આતિશી ક્યાં બેસશે

  • September 26, 2024 05:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ વિધાનસભામાં અરવિંદ કેજરીવાલની બેઠક બદલાઈ ગઈ છે. દિલ્હી વિધાનસભાની બેઠક વ્યવસ્થા અનુસાર અરવિંદ કેજરીવાલ હવે સીટ નંબર 41 પર બેસશે. આ સીટ સ્પીકરની બરાબર સામેની સીટ છે. ચૂંટણીની રાજનીતિમાં આવ્યા બાદ કેજરીવાલે હંમેશા મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે. આથી તેમની બેઠક વિધાનસભામાં નંબર 1 હતી. સીએમ પદ પરથી રાજીનામું આપ્યા પછી, અરવિંદ કેજરીવાલ હવે વિધાનસભામાં માત્ર ધારાસભ્ય છે, તેથી તેમની સીટ બદલાઈ ગઈ છે.


આતિશી અને સિસોદિયા ક્યાં બેસશે?

હાલમાં દિલ્હીના સીએમ આતિશી હવે સીટ નંબર એક પર બેસશે. જ્યારે પહેલા તે સીટ નંબર 19 પર બેસતા હતા. ડેપ્યુટી સીએમ તરીકે મનીષ સિસોદિયા અરવિંદ કેજરીવાલની બરાબર સીટ નંબર બે પર બેસતા હતા. તેમની જગ્યા પણ બદલાઈ ગઈ છે. જો કે તે હજુ પણ કેજરીવાલ સાથે બેસશે. પરંતુ સીટ નંબર 40 પર બેસશે. સૌરભ ભારદ્વાજ મુખ્ય પ્રધાન આતિશીની સમકક્ષ સીટ નંબર બે પર બેસશે.


વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાની બેઠક પણ બદલાઈ

મંત્રી ઉપરાંત દિલ્હી વિધાનસભામાં વિપક્ષી નેતા વિજેન્દ્ર ગુપ્તાની સીટ પણ બદલવામાં આવી છે. ગુપ્તાને પહેલા સીટ નંબર 94 આપવામાં આવ્યો હતો, હવે તેમને સીટ નંબર 100 આપવામાં આવ્યો છે. નવા મંત્રી મુકેશ અહલાવતને દિલ્હી કેબિનેટમાં સીટ નંબર 14 આપવામાં આવી છે. નવી બેઠક વ્યવસ્થા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના દિવસો બાદ આવી છે.


70 સભ્યોની દિલ્હી વિધાનસભાની વર્તમાન સંખ્યા 67 છે. AAPના બે ધારાસભ્યોને ભાજપમાં જોડાવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ વિપક્ષી નેતા રામવીર સિંહ બિધુરી તાજેતરની ચૂંટણીમાં દક્ષિણ દિલ્હીના સાંસદ તરીકે ચૂંટાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News