કેટરિના-વિજય સેતુપતિનો નવો અવતાર ડરાવી દેશે

  • December 21, 2023 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોસ્ટ અવેટેડ, સસ્પેન્સ  ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર રિલીઝ 


સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ અને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

બોક્સ ઓફિસ પર વર્ષ 2024ની ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. કારણ કે પહેલીવાર સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી કેટરિના કૈફ મોટા પડદા પર સાથે જોવા જઈ રહ્યા છે. હા, કેટરીના અને વિજય ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં સાથે જોવા મળશે.


આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હવે માત્ર 23 દિવસ પછી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું ટ્રેલર પણ બુધવારે રિલીઝ કરવામાં આવ્યું છે.


આ ફિલ્મનું ટ્રેલર જોઈને તમે ચોંકી જશો. કારણ કે, પહેલીવાર કેટરીના કૈફ અને વિજય સેતુપતિ ડરામણાં અવતારમાં જોવા મળે છે. ફિલ્મ સંપૂર્ણપણે સસ્પેન્સથી ભરેલી છે. ટ્રેલરમાં વિજય અને કેટરિના ‘ક્રિસમસ’ના થોડા કલાકો પહેલાં એકબીજાને મળે છે. બંને એકબીજાથી અજાણ રહે છે.


ટ્રેલરમાં વિજય-કેટરિના રોમેન્ટિક રીતે વાત કરતા રહે છે, પછી અચાનક કેટલાક દ્રશ્યો દેખાય છે જે તમને ડરાવી શકે છે. સસ્પેન્સની સાથે તે ઘણો રોમાંચ પણ સર્જે છે. ફિલ્મના ટ્રેલરે હવે દર્શકોમાં વધુ ઉત્તેજના પેદા કરી છે. નોંધનીય છે કે, ‘મેરી ક્રિસમસ’ શ્રીરામ રાઘવન દ્વારા નિર્દેશિત આગામી ભારતીય થ્રિલર ફિલ્મ છે.


આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે

તમિલ અને હિન્દીમાં એક સાથે ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મમાં કેટરિના કૈફ અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ રાઘવન, કૈફ અને સંગીતકાર પ્રિતમની તમિલ ડેબ્યૂ તેમજ સેતુપતિની ત્રીજી હિન્દી ફિલ્મને ચિહ્નિત કરે છે. ઘણી વખત રિલીઝ ડેટ બદલ્યા પછી હવે ‘મેરી ક્રિસમસ’ 12 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application