આજે કાર્તિકી પૂનમનો મેળો: પાલીતાણાના શત્રુંજય પર્વત પર જૈનોની તિર્થ યાત્રાનો પ્રારંભ

  • November 27, 2023 05:27 PM 

આજે કાર્તિકી પૂનમે જૈન ચાતુર્માસ પૂર્ણ થતા પાલીતાણામાં શત્રુંજય પર્વત પર ઋષિ ભગવંતો અને શ્રદ્ધાળુઓ દ્વારા પુનઃ યાત્રાનો પ્રારંભ થયો હતો.ગઈકાલે જૈન ચોમાસી ચૌદશ હતી.જે નિમિત્તે પાલીતાણામા મોટી સંખ્યામાં જૈનો ઉમટ્યા હતા.અષાઢ સુદ ચૌદસથી શત્રુંજય પર્વત તિર્થ યાત્રા બંધ હતી .જે આજથી શરૂ થતાં જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.



   અપાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાનુતિ ગઈકાલે રવિવારે કારતક સુદ ચૌદશના સામૂહિક દેવવંદન અને ચૌમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ સાથે થઈ હતી.કાર્નિકી પૂર્ણિમાની સવારથી જૈન સાપુ-સાપ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થયો હતો.જેને જૈન ધર્મ અનુસાર ચાતુર્માસ પરિવર્તન કહેવાય છે.



   આજે તા. ૨૭ને સોમવારે કારતક સુદ પુનમના દિવસથી ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી શેત્રુંજય તીર્થની યાત્રાનો પ્રારંભ થયો હતો. એક સ્થાને ભગવતોના વિચારનો પ્રારંભ થશે અને હેમચંદ્રાચાર્યજીનો જન્મ દિવસ.આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો છે.


  ચાતુર્માસ દરમિયાન વરસાદ આદિને કારશે શત્રુંજય પર્વત ઉપર સુક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થપાત્રા બંધ રહે છે. જેનો પ્રારંભ આજે પૂનમથી થયો છે .જે થાવક શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત- પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.જેને તીર્થની ભાવપાત્ર પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થ- મહિમા ગાન પણ કરવામાં આવ્યુ છે.કાર્તિ પૂર્ણિમાની યાત્રામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પાલીતાણામાં ઉમટી પડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application