જાણો કરણી સેના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક તાઉજીએ એવું તો શું કહ્યું પઠાણ વિરુદ્ધ કે પોલીસે વાતાવરણ ડહોળવાના નોંધયો ગુનો

  • January 20, 2023 10:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઘણા સમયથી શાહરૂખની ફિલ્મ પઠાણનો ઘણો વિવાદ થઇ રહ્યો છે. આ બધા પઠાણના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ એક જૂથ એવું પણ છે જે કટ્ટરતાથી આ ફિલ્મનો વિરોધ કરી રહ્યું છે. થોડા સમય પહેલા અમદાવાદ આલ્ફા વન મોલ ખાતે પઠાણ ફિલ્મનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અહ્તો અને વિરોધમાં પઠાણ ફિલ્મના પોસ્ટરો પણ તોડી નાખવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે એક આવોજ મામલો સામે આવ્યો છે.  જસન્ની શાહ નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પઠાણ ફિલ્મની રિલીઝને લઈને ધમકી આપતો એક વિડીયો અપલોડ કર્યો હતો. ધમકી આપનાર વ્યક્તિ પર હવે પોલીસ એક્શનમાં આવી છે. અને હાલ આ વ્યક્તિ વિરુદ્ધ સાયબર ક્રાઈમ ફરિયાદ નોંધાઇ છે. 
​​​​​​​

હિન્દુ રક્ત પરિષદ રાષ્ટ્રિય અધ્યક્ષ અને કરણી સેના કરણી સેના પૂર્વ રાષ્ટ્રીય પ્રચારક સન્ની શાહ ઉર્ફ તાઉજી દ્વારા ગુજરાતનાં તમામ થિયેટર માલિકોને ધમકી આપવામાં આવી છે. આ ધમકીનો વિડીયો શોશ્યલ મીદ્ય પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કહ્યું હતું છે કે'  હું ગુજરાત રાજ્યના તમામ થિયેટર માલિકોને કહેવા માંગુ છું કે જો પઠાણ ફિલ્મ તમે તમારા થિયેટરમાં રીલીઝ કરી કે તેનું પોસ્ટર પણ દેખાયું તો તમારા થિયેટરની અંદર તોડ-ફોડ થાય, બેનરો તૂટે, ખુરશીઓ તૂટે કે તમારું થિયેટર સળગે. તેની જવાબદારી તમારી રહેશે. કારણ કે આ ફિલ્મની અંદર હિંદુધર્મની લાગણી દુભાઈ એવો વ્યાપાર કરવામાં આવ્યો છે અને આવો કોઈ પણ પ્રકારનો વ્યાપાર અમે નહીં ચલાવી લઈએ. તમારા નાટકોને બંધ કરાવવા માટે અમારે પણ નાટકો કરવા પડશે અને જો અમે નાટકો પર ઉતરી આવ્યા તો અમને લોકો 'ભગવા આતંકવાદી' કહેવામાં આવશે. 'ભગવા આતંકવાદી' આ શબ્દ અમને મંજૂર છે કારણ કે આ નાટકો બંધ કરાવવા જરૂરી છે. ફરી એક વખત કહું છું કે એક જ વખત નિવેદન કરીશ એ પછી આલોચના થશે અને પછી જે થિયેટરની હાલત થશે તેને જવાબદારી અમારી નહીં રહે. ' હાલ આ સમગ્ર મામલે પોલીસે ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ વાતાવરણ ડહોળવાના પ્રયાસને લઈને ફરિયાદ નોંધી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application