પ્રેગ્નન્સી બુકમાં બાઈબલ શબ્દનો ઉપયોગ કરતા ફસાઇ
કરીના કપૂરને મધ્યપ્રદેશ હાઈકોર્ટ તરફથી નોટિસ મળી છે. અભિનેત્રીના પુસ્તકમાં બાઈબલ શબ્દના ઉપયોગને લઈને નોટિસ જારી કરવામાં આવી છે. કરીના કપૂર 'ખાન પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી' નામના પુસ્તકને લઈને વિવાદમાં ફસાઈ છે.
અભિનેત્રી કરીનાના પુસ્તકના ટાઈટલને લઈને ભારે વિવાદ છેડાઈ ગયો છે. આ પુસ્તકને કારણે તે મોટી મુશ્કેલીમાં આવી છે. અભિનેત્રીએ જુલાઈ 2021માં તેનું પુસ્તક 'કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલઃ ધ અલ્ટીમેટ મેન્યુઅલ ફોર મોમ્સ-ટુ-બી' લોન્ચ કર્યું હતું. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક અરજીકર્તાની અરજી પર કરીના કપૂર ખાનને નોટિસ મોકલી છે. અભિનેત્રી આ પુસ્તકના નામને લઈને કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. એટલું જ નહીં વકીલે પુસ્તકના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે કરીનાએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કરીના કપૂર ખાનના પુસ્તક 'પ્રેગ્નન્સી બાઈબલ'ના વિવાદે તેને મુશ્કેલીમાં મૂકી દીધી છે.
કરીના કપૂરે પોતાની પ્રેગ્નેન્સી બુકના ટાઈટલમાં 'બાઈબલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. હવે વકીલે પુસ્તકના શીર્ષકમાં આ શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. હાઈકોર્ટે કરીના કપૂર અને અન્યને નોટિસ પાઠવીને તેમના જવાબ માંગ્યા છે. ક્રિસ્ટોફર એન્થોનીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે પુસ્તકના શીર્ષકથી ખ્રિસ્તીઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે.
કરીનાની સાથે આમને પણ મળી નોટિસ
આ અરજીમાં કરીના કપૂર ખાન ઉપરાંત અદિતિ શાહ ભીમજીયાની, એમેઝોન ઈન્ડિયા, જગરનોટ બુક્સને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વકીલ ક્રિસ્ટોફર એન્થોનીએ કરીના કપૂર વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને તેની વિરુદ્ધ ફોજદારી કેસ ચલાવવાની માંગ કરી છે. અરજદારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. અરજીકર્તા ક્રિસ્ટોફર એન્થોનીએ દલીલ કરી હતી કે કરીના કપૂરના પુસ્તકમાં 'બાઇબલ' જોડવાથી ઇસાઇ ધર્મના લોકોને ઠેસ પહોંચી છે અને તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech