કરણ જોહરે જાહેરાત કરી શાહરૂખ ખાનની આ ફિલ્મ ફરીથી રિલીઝ થશે થિયેટરમાં

  • June 29, 2024 01:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં જૂની ફિલ્મોને ફરીથી રીલીઝ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જેમાં રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટાર તાજેતરમાં થીયેટર પર રિલીઝ કરવામાં આવી હતી. હવે નિર્માતા કરણ જોહર પણ આ ટ્રેન્ડને ફોલો કરવા માટે તૈયાર છે અને તે પોતાની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યો છે.


હિન્દી સિનેમાની જૂની ફિલ્મોને ફરીથી સિલ્વર સ્ક્રીન પર જોવાની તક મળી છે. તાજેતરમાં સુપરસ્ટાર રણબીર કપૂરની ફિલ્મ રોકસ્ટાર મોટા પડદા પર ફરીથી રજૂ કરવામાં આવી હતી અને દર્શકોએ તેનો ભરપૂર આનંદ માણ્યો હતો. હવે નિર્માતા કરણ જોહરે આ ટ્રેન્ડ પર ખુલીને ચર્ચા કરી છે.


ફિલ્મ બેડ ન્યૂઝના ટ્રેલર લોન્ચ દરમિયાન, કરણે આ બાબતે તેની શાનદાર ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેમાં તેણે મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ કભી ખુશી કભી ગમ વિશે જણાવ્યું છે.


કરણ આ ફિલ્મોને ફરીથી કરશે રિલીઝ


વિકી કૌશલ અને તૃપ્તિ દિમરી સ્ટારર ફિલ્મ બેડ ન્યૂઝના ટ્રેલર લોન્ચ દરમિયાન કરણ જોહરે ફિલ્મોની પુનઃપ્રદર્શન વિશે વાત કરી. કરણે કહ્યું કે સિનેમાના દૃષ્ટિકોણથી જૂની ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનું પગલું ઘણું સારું છે. જેનાથી નવી પેઢી જૂની ફિલ્મો માણી શકશે.


રોકસ્ટારની રી-રીલીઝ જોઈને દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. અમે આ અંગે પણ વિચારણા કરી રહ્યા છીએ. જ્યારે પણ કભી ખુશી કભી ગમ 25 વર્ષ પૂરા કરશે ત્યારે અમે તેને ફરીથી રિલીઝ કરીશું. આ રીતે કરણે શાહરૂખ ખાનની ફિલ્મને લઈને મોટી જાહેરાત કરી છે. એવું માનવામાં આવે છે કે કરણ કલ હો ના હો અને કભી અલવિદા ના કહેનાને પણ ફરીથી રિલીઝ કરી શકે છે.


કભી ખુશી કભી ગમ સુપરહિટ ફિલ્મ


કભી ખુશી કભી ગમને દિગ્દર્શક તરીકે કરણ જોહરની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. વર્ષ 2001માં રિલીઝ થયેલી આ ફિલ્મે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, કાજોલ, જયા બચ્ચન, કરીના કપૂર અને રિતિક રોશન જેવા કલાકારો અભિનીત આ ફિલ્મને હિન્દી સિનેમાની કલ્ટ ફિલ્મ પણ ગણવામાં આવે છે. 2 વર્ષ પછી આ ફિલ્મ તેની રિલીઝના 25 વર્ષ પૂર્ણ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application