વિશ્વકર્મા સોસાયટીમાં મકાનમાંથી દોઢ લાખની ચોરીમાં કરણ-અર્જુન ઝડપાયા

  • October 10, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના વાવડી વિસ્તારમાં વિશ્વકર્મા સોસાયટીમાં મકાનમાંથી થયેલી 1.53 લાખની ચોરીમાં તાલુકા પોલીસે લોહાનગર મફતીયાપરામાં રહેતા ભંગારના ધંધાર્થી બે સગા ભાઈ કરણ અને અર્જુનને ઝડપી લીધા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.પુછતાછમાં આરોપીએ અન્ય એક ચોરીની પણ કબુલાત આપી હતી અને તેમની સાથે તેમના બે સાથીદારો પણ હોય પોલીસે આ બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, વાવડી પાસે આવેલ વૃંદાવન ગૌશાળા નજીક વિશ્વકમર્િ સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી રોકડ રૂપિયા 75,000 અને સોના ચાંદીના-દાગીના સહિત 1.53 લાખની ચોરી અંગે ગત તારીખ 2/9/2024 ના તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચોરીની આ ઘટનાને લઇ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરી હેઠળ પી.એસ.આઇ બી.આર.ભરવાડ તથા તેમની ટીમ તપાસમાં લાગી હતી દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર શક્તિ સ્ટોલ પાસેથી એક્સેસમાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા બે શખ્સોને અટકાવ્યા હતા. પોલીસે તેમના નામ પૂછતા અર્જુન અરજણભાઈ ડાભી (ઉ.વ 20) અને કરણ ઉર્ફે નાનો અરજણભાઈ ડાભી (ઉ.વ 20 રહે. બંને લોહાનગર મફતિયાપરા, ગોંડલ રોડ) હોવાનું જણાવ્યું હતું. પોલીસની પૂછપરછ દરમિયાન વિશ્વકમર્િ સોસાયટીમાં થયેલી ચોરી આ બંને શખ્સોએ કબૂલી હતી પોલીસે આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા, એક્સેસ વાહન અને રોકડ સહિત રૂ.1.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલા કરણ અને અર્જુન બંને સગા ભાઈ હોય અને ભંગારની ફેરી અને કેશીયો પાર્ટીનું કામ કરે છે. આ ચોરીમાં તેની સાથે તેમનો ભાણેજ રાહુલ બકાભાઇ સોલંકી અને અન્ય એક મિત્ર જે સગીરવયનો હોય તે પણ સામેલ હોવાનું માલુમ પડ્યું છે. આરોપીની પૂછપરછમાં તેમણે આજથી સાડા ત્રણેક માસ પૂર્વે ચોટીલા આણંદપર રોડ પર માર્કેટિંગ યાર્ડ બાજુમાં કરિયાણાની દુકાનમાં તાળા તોડી રૂપિયા 10,000 રોકડ, સીસીટીવી કેમેરાની ચોરી કયર્નિી કબુલાત આપી છે જે અંગે સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી કરણ ઉર્ફે નાના સામે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે.આ કામગીરીમાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ.બી.ડીંડોરા તથા હેડ કોન્સ. કૌશેલન્દ્રસિંહ ઝાલા,હરપાલસિંહ જાડેજા,અજયભાઇ ભુંડીયા તથા કોન્સ. મયુરસિંહ જાડેજા,સંજયભાઇ માંડાણી નિકુંજભાઇ મારવીયા તથા મહાવિરસિંહ જાડેજા,જુગલભાઇ કથીરીયા તથા જયપાલસિંહ સરવૈયા અને રાજેશભાઇ ગઢવી સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News