કાનપુરે બનાવી સહત્પથી લાંબી મારક ક્ષમતાની રિવોલ્વર

  • August 16, 2023 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાનપુર દેશની સૌથી લાંબા અંતર સુધી માર કરનારી રિવોલ્વર પ્રબલ આપવા જઈ રહ્યું છે. જેની મારક ક્ષમતા ૫૦ મીટર છે. આ રિવોલ્વરનું નિર્માણ એડવાન્સ્ડ વેપન્સ એન્ડ ઈકિવપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ (એડબ્લ્યુઈઆઈએલ)એ કયુ છે. પપ્રબલથ રિવોલ્વર બનીને તૈયાર છે અને ૧૮ ઓગસ્ટએ તેનું લોન્ચિંગ છે. આ રિવોલ્વરનું વજન માત્ર ૭૦૦ ગ્રામ છે. વજનમાં ઘણી હળવી હોવાના કારણે તે મહિલાઓની પહેલી પસદં બની ગઈ છે. મહિલાઓ આ રિવોલ્વરને પોતાના પર્સ કે પછી હેન્ડબેગમાં પણ સરળતાથી રાખી શકે છે.


પ્રબલ ૩૨ બોરની હળવી અને અન્ય રિવોલ્વરોથી તેની મારક ક્ષમતા બેગણી છે. લોન્ગ રેન્જવાળી આ રિવોલ્વર ભારતમાં બની છે. જાણવા મળ્યા મુજબ, તેનું એડવાન્સ બુકિંગ પણ શ થઈ ગયું છે. તેમાં સાઈડ સ્વિંગ સિલિન્ડર લાગેલા છે. એડબ્લ્યુઈઆઈએલના ડિરેકટર એકે મોર્યનું કહેવું છે કે, પપ્રબલથ રિવોલ્વરના ફીચર અન્ય રિવોલ્વરોથી અલગ છે. હાલમાં મળતી બધી રિવોલ્વરોની મારક ક્ષમતા માત્ર ૨૦ મીટર છે. તો, પપ્રબલથની મારક ક્ષમતા ૫૦ મીટર છે. કારતૂસ વિના તેનું વજન ૭૦૦ ગ્રામ છે. તેના બેરલની લંબાઈ માત્ર ૭૬ મીમી છે. તેની કુંલ લંબાઈ ૧૭૭.૬ મીમી છે.

પ્રબલ રિવોલ્વર મહિલાઓની પહેલી પસદં બની ગઈ છે. મહિલાઓ તેને સરળતાથી પોતાની સુરક્ષા માટે સાથે લઈને ચાલી શકે છે. શક્ર લાઈસન્સ ધારક આ રિવોલ્વર ખરીદી શકે છે. તેનું ટિ્રગરપુલ અન્ય રિવોલ્વરો કરતા ઘણું સરળ છે. તેના જૂની આવૃત્તિમાં કારતૂસ નાખવા માટે તેને વાળવી પડતી હતી. એકે મોર્યએ જણાવ્યું કે, એડબ્લ્યુઈઆઈએલ કંપનીને યુરોપી દેશોથી ૬૦૦ કરોડનો ઓર્ડર મળ્યો છે. કંપની પપ્રબલથઉપરાંત સારગં તોપ, કાર્બાઈન, ડ્રોન પણ લોન્ચ કરશે.
તે સાથે જ એડબ્લ્યુઈઆઈએલ કંપનીએ જૂની તોપોને મોડિફાઈડ કરી ઓછા ખર્ચામાં વધુ મારક ક્ષમતાવાળી સારગં તોપ તૈયાર કરી છે. આ તોપોમાં પહેલા ૧૩૯ એમએમ કેલિબરની બેરલ હતી. તેમાં વધુ મારક ક્ષમતા માટે ૧૫૫ એમએમ બેરલવાળી તોપ બનાવાઈ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application