ઓસ્કારમાં દીપિકા પાદુકોણની હાજરી પર કંગના રણૌતે આપી પ્રતિક્રિયા

  • March 14, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • વિવાદાસ્પદ ક્વીનની ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ધડાધડ તૂટી પડ્યા
  • કંગનાએ દીપિકા  અને આરઆરઆર માટે એવું તો શું કહ્યું પોતાની ટ્વીટમાં

 

રામ ચરણ અને જુનિયર એનટીઆર અભિનિત એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ 95મા ઓસ્કાર એવોર્ડ શોમાં ધમાલ મચાવી દીધી. ફિલ્મના સોન્ગ 'નાટૂ નાટૂ'ને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે, ત્યારથી ભારતીયો હરખાઈ રહ્યા છે. ઉપરાંત એકેડમી એવોર્ડની પ્રેઝન્ટર બની એક્ટ્રેસ દીપિકા પાદુકોણે પણ ઓસ્કારમાં ભારતનું સન્માન વધાર્યું. તેણે સ્ટેજ પરRRRના સોન્ગ નાટૂ-નાટૂના વખાણ કર્યા અને પોતાના લુકથી વિશ્વને દિવાના બનાવ્યું. ત્યારે બોલીવૂડની ટીકાખોર કંગના રણૌતે પણ તેની પ્રતિક્રિયા આપી છે.
 
બોલીવૂડની વિવાદાસ્પદ ક્વીન કંગના રણૌતનું એક ટ્વિટ સામે આવ્યું છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. કંગનાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરી છે.  જેમાં તેણે અપેક્ષા વિરુદ્ધ દીપિકા પાદુકોણના જોરદાર વખાણ કર્યા છે. કંગનાએ લખ્યું...

  •  દીપિકા પાદુકોણ કેટલી સુંદર છે. આખા દેશની સાથે ઊભા રહેવું, તમારી છવિ, પ્રતિષ્ઠાને એ નાજુક ખભા પર લઈ જવા અને આટલી શાલીનતા અને આત્મવિશ્વાસ સાથે બોલવું સહેલું નથી. દીપિકા તે વાતની સાક્ષી આપે છે કે ભારતીય મહિલાઓ સર્વશ્રેષ્ઠ છે. કંગનાની આ ટ્વિટ પર ફેન્સ ધડાધડ રિએક્શન આપી રહ્યા છે. કંગનાનો આ અંદાજ બધાને પસંદ આવી રહ્યો છે.

કંગનાએ આ સાથે RRRની ટીમને ઓસ્કાર જીતવા બદલ શુભેચ્છા પાઠવી છે. આ સાથે એક્ટ્રેસે કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગાની ફિલ્મ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ પર પણ રિએક્ટ કર્યુ છે. કંગના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર પોતાનો બિંદાસ અભિપ્રાય વ્યક્ત કરે છે. જો કે ઘણી વખત કંગનાને આ કારણે ટ્રોલ પણ કરવામાં આવે છે. છતાંકંગનાને આ બાબતોની પરવા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application