શ્રીલંકાની જેમ જ સીરિયામાં અસદના મહેલમાં લોકોએ મચાવી લૂંટ

  • December 09, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પૂર્વ હાલમાં અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા મોરચે યુદ્ધની વચ્ચે સીરિયા પર વિદ્રોહીઓએ કબજો જમાવી લીધો છે. રાષ્ટ્ર્રપતિ બશર અલ–અસદે તેમના પરિવાર સાથે રશિયામાં રાજકીય આશ્રય લીધો છે. આ દરમિયાન સીરિયામાંથી આવી અનેક તસવીરો સામે આવી રહી છે, જે આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવી રહી છે. હવે સીરિયા ચોથો દેશ છે, યાં વિદ્રોહીઓના કબજામાં આવ્યા બાદ રાષ્ટ્ર્રપતિ દેશ છોડીને ભાગી ગયા છે. થોડા સમય પહેલા શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ ભવન, બાંગ્લાદેશના બંગા ભવન અને કાબુલમાંથી પણ આવી જ લૂંટ જોવા મળી હતી.
આ તસવીરોમાં જોઈ શકાય છે કે રાષ્ટ્ર્રપતિ ભવનમાં લોકોની ભીડ ઉમટી પડી છે. લોકોમાં માલ–સામાન લુંટી રહ્યા છે. રાષ્ટ્ર્રપતિ ભવનમાં દરેક જગ્યાએ સામાન પથરાયેલો છે. લોકો અંધારામાં ટોર્ચના સહારે વિખરાયેલી વસ્તુઓ વચ્ચે કંઈક શોધી રહ્યા છે. એક તસવીરમાં એક મહિલા ડિઝાઇનર કપડા સાથે રાષ્ટ્ર્રપતિ ભવનમાંથી નીકળી રહી છે. આ મહિલાએ પોતાના ખભા પર કપડાંનો ઢગલો રાખ્યો છે અને તે આનંદિત થઇ બહાર આવી રહી છે. રાષ્ટ્ર્રપતિ ભવન ખાતે ઉમટેલી ભીડે સમગ્ર રાષ્ટ્ર્રપતિ ગૃહમાં હાહાકાર મચાવી દીધો હતો. આ તસવીરો આપણને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશની યાદ અપાવે છે, યાં ટોળાએ સમાન રીતે લૂંટ ચલાવી હતી. ૨૭ નવેમ્બરે વિપક્ષી લડવૈયાઓએ સીરિયન આર્મી પર મોટો હત્પમલો કર્યેા હતો. પ્રથમ હત્પમલો વિપક્ષના કબજા હેઠળના ઇદલિબ અને પડોશી અલેપ્પોની વચ્ચેની ફ્રન્ટ લાઇન પર કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પછી વિપક્ષી લડવૈયાઓએ સીરિયાના બીજા સૌથી મોટા શહેર અલેપ્પો પર કબજો કરી લીધો હતો. ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ બાંગ્લાદેશમાં હિંસા બાદ લોકો વડાપ્રધાન ગૃહમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન લોકોએ પીએમ હાઉસમાં મોટાપાયે લૂંટફાટ કરી હતી. ૮ જુલાઈ, ૨૦૨૨ના રોજ શ્રીલંકામાં બળવો થયો હતો. શ્રીલંકાને નાદાર જાહેર કરવામાં આવ્યું હતું. આનાથી ગુસ્સે ભરાયેલા લોકો રાષ્ટ્ર્રપતિ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાનમાં ઘૂસી ગયા અને મોટાપાયે લૂંટફાટ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application