મોરબીમાં લગ્ન નોંધણી સર્ટિફિકેટ માટે રૂ.૪૦૦૦ની લાંચ લેતાં જુનિયર ક્લાર્ક ઝડપાયો

  • November 09, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી નગરપાલિકા કચેરીમાં આજે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં લગ્ન નોંધણી શાખામાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક દ્વારા રૂપિયા ૪૦૦૦ની લાંચની માંગ કરવામાં આવી હોય જેથી લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે


ફરિયાદીએ પ્રેમલગ્ન કરેલ હોય અને લગ્ન નોંધણી કરાવવા માટે મોરબી નગરપાલિકામાં અરજી કરી હતી જે મેરેજ સર્ટીફીકેટ આપવા માટે લગ્ન નોંધણી શાખાના જુનિયર ક્લાર્ક દ્વારા રૂ ૪૦૦૦ ની લાંચની રકમ માંગવામાં આવી હતી જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો જેથી સુરેન્દ્રનગર એસીબી ટીમે મોરબી નગરપાલિકા કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી નગરપાલિકાનો જુનીયર ક્લાર્ક વર્ગ ૩ મહેન્દ્રભાઈ મોહનભાઈ ખાખી (ઉ.વ.૫૭) વાળા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાયો હતો
​​​​​​​
મેરેજ સર્ટીફીકેટ માટે રૂ.૪૦૦૦ ની લાંચ માંગવામાં આવી હતી જે રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લઈને રૂ ૪૦૦૦ રીકવર કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર એ.સી.બી પી આઈ એમ.ડી. પટેલ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી રાજકોટ એસીબીના મદદનીશ નિયામક વી કે પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટ્રેપ ગોઠવી લાંચિયા કર્મચારીને ઝડપી લેવામાં સફળતા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application