જૂનાગઢ: પીજીવીસીએલની ચેકિંગ ઝૂંબેશ કામગીરી એક માસ દરમિયાન ૧૯૬.૬૩ લાખની ચોરી ઝડપાઈ

  • May 09, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજ ચોરી ડામવા જૂનાગઢ પીજીવીસીએલ દ્વારા જુનાગઢ જિલ્લામાં વ્યાપક વીજ દરોડા પાડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં બે દિવસ દરમિયાન મેંદરડા, માણાવદર તાલુકાના ગામડાઓમાં વીજ ચોરીના બનાવમાં  પીજીવીસીએલે પાડેલા વ્યાપક દરોડામાં ૧૫.૫ લાખની  વીજ ચોરી ઝડપાઈ હતી. એપ્રિલ માસ દરમિયાન જુનાગઢ જિલ્લામાંથી૪૧૫ વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. એક માસ દરમિયાન ૧૯૬.૬૩ લાખની દંડ ચોરી ઝડપાઈ હતી
​​​​​​​
જૂનાગઢ જિલ્લામાં વીજ ચોરી ડામવા પીજીવીસીએલ તંત્ર દ્વારા વ્યાપક ચેકિંગ કરવામાં આવ્યું હોય તેમ મેંદરડા, માણાવદર અને વંથલી વિભાગીય વિસ્તારોમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત તાલુકાઓના વિસ્તારોમાં ૨૨ ટુકડીઓએ વીજ ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં ૨૧૯ વીજ જોડાણ ના કનેક્શન તપાસવામાં આવ્યા હતા જેમાંથી ૫૯ વીજ જોડાણોમાં  ૧૫.૫ લાખની ગેરરીતી ઝડપાઈ હતી. 
ગત  એપ્રિલ મહિને જૂનાગઢ જિલ્લામાંથી  ૫૧૩ વીજ જોડાણો ચકાસવામાં આવ્યા  હતા જેમાંથી ૪૧૫ જોડાણોમાં ગેરેરીતિ ઝડપાઈ હતી અને ૧૯૬.૬૩ લાખની વીજ ચોરીના બીલ આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application