જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લામાં દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા ૪૦ કિલોમીટરમાં મોકડ્રિલ યોજાઈ

  • December 26, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૦ કિલોમીટરનો વિશાળ દરિયો ધરાવતો જૂનાગઢ જિલ્લ ામાં દરિયાઈ માર્ગે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ થાય અને ઘૂસણખોરી અટકાવવા દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા ઉદ્દેશ્યથી જુનાગઢ જિલ્લ ા પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં ૧૦ ટીમો દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૨૬ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.આ મોકડ્રિલમાં એસપી, ડીવાયએસપી, ૪ પી. આઈ,૧૭ પીએસઆઇ, ૫ એ.એસ.આઇ, ૨૮ પોલીસ હેડ કોન્સ્ટેબલ, ૧૧૦ પોલીસ કોન્સ્ટેબલ, ૭૨ એસઆરડી, ૧૮૯ જીઆઇડી મળી ૪૨૬ જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા આ કામગીરી દરમિયાન દર ૪ કિલોમીટર ઉપર એક વાયરલેસ કોમ્યુનિકેશન સેટ ઉભા કરવામાં આવેલ તેમજ પોલીસ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓની અલગ અલગ ૧૦ ટીમોને દરિયાઈ વિસ્તારને આવરી લેવાય તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે ટીમો દ્વારા દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ, તથા પાવર પેરા ગ્લાઈન્ડીંગ ની મદદથી હવાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લ ાની ૪૦ કિમીનો દરિયાઈ વિસ્તારમાં આવેલ મેન્યુઝ જંગલો અને કાંઠા વિસ્તાર અને ગાઠાથી ત્રણ કિમી અંદરના સમગ્ર વિસ્તારમાં પણ સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને વાયરલેસ કોમ્યુનિકેશન દ્વારા જુનાગઢ જિલ્લ ાની દરિયાઈ પટીને વધુ સુરક્ષિત બનાવવા મેગા કોસ્ટલ એક્સરસાઇઝનો આયોજન કરવામાં આવ્યું હતું.
​​​​​​​
એસપી હર્ષદ મહેતાની આગેવાનીમાં કરાયેલી કામગીરી દરમ્યાન એસ.ઓ.જી., બી.ડી.ડી.એસ, વાયરલેસ શાખા, એમ ટી શાખા, ક્યુઆરટી શાખા, ગર્વ ટીમ, એસઆરડીના સભ્યો, જીઆરડીના સભ્યો, નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, ફીસરીઝ, બીએસએફ, ફોરેસ્ટ વિભાગ સહિતની ટીમના સભ્યો જોડાયા હતા. એસ ઓ જી દ્વારા રેડ પાર્ટી તરીકે ફરજ બજાવવામાં આવી હતી અને દરિયાઈ વિસ્તારમાં પાંચ નોટિકલ માઈલ સુધી તથા જુનાગઢ જિલ્લ ાના જમીની ત્રણ કિલોમીટર સુધીના દરિયા કિનારાના ગામો ધાર્મિક સ્થળો અગત્યના સ્થળો ઉપર સફળ હુમલો કરવા પ્રયત્નો કરવામાં આવેલ હતા તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા બ્લુ પાર્ટી તરીકે ફરજ બજાવવામાં આવેલ હતી જેના દ્વારા કોઈપણ આંતકવાદી હુમલો સફળ ન થાય તે હેતુસર દરિયાઈ કાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી હતી. દર ચાર કિલોમીટર એ વાયરલેસ સેટ દ્વારા કોમ્યુનિકેશન અને દૂરબીન દ્વારા આસપાસની જમીન દરિયાઈ અને ફોરેસ્ટ વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application