જૂનાગઢ: યુધ્ધના કારણે હીરા ઉદ્યોગમાં મંદીથી એક માસનું વેકેશન: આંબાવાડી સૂમસામ

  • November 09, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવારને અન્ય જિલ્લ ામાંથી આવેલા કારીગરોને પરિવારો સાથેતહેવારની ઉજવણીનો લાભ મળે તે માટે હીરા બજાર દ્વારા કામગીરી બંધ રાખવામાં આવે છે. આ વર્ષે  યુદ્ધની સ્થિતિને લઈ હીરા બજાર મંદીના ભરડામાં હોવાથી અગિયારસથી પડતું  મીની વેકેશન એક સપ્તાહ અગાઉ પડી જતા કારખાનેદારો એ વહેલા ધંધા આટોપી લીધા છે જેથી કારીગરો વતન ભણી રવાના થયા છે જૂનાગઢ જિલ્લ ાના ૧,૨૦૦થી વધુ કારખાનાઓમાં ૫ ડિસેમ્બર સુધી મીની વેકેશન રહેશે. 
​​​​​​​
દિવાળી પર્વ નિમિત્તે હીરાનો ચળકાટ ઓછો થયો હોય તેમ એક સમયે રાત ભર ધમધમતી હીરા બજાર ને મંદિરનો ભરડો આવતા  અગિયારસ પૂર્વે જ મીની વેકેશનથી કારખાનાઓ બંધ થતા કારીગરો વતન ભણી થયા છે. દિવાળી ડાયમંડ માર્કેટમાં હીરાની જવેલરીની પુષ્કળ માંગ રહેતી હતી અને જેથી નવરાત્રી બાદ હીરા બજારમાં કારીગરો માટે ખાસ સેશન રાખવા પડતા હતા.બે વર્ષથી હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો છે અને જેથી કારીગરોને પૂરતી રોજગારી પણ પ્રાપ્ત થતી નથી. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધથી વૈશ્વિક મંદિ ચાલી રહી હતી તેમાં પણ હવે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ શરૂ થતા તેની પણ વધુ અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. તૈયાર હીોરા અને જવેલરીનું મુખ્ય આવક આ દેશોમાં જ હોવાથી ડાયમંડ જવેલરીની યુદ્ધના કારણે માંગ ઘટી છે. જૂનાગઢ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાણપરીયાના જણાવ્યા મુજબ જૂનાગઢ ડાયમંડ માર્કેટનું હબ ગણાતા આંબાવાડી બજારમાં ૩૦૦  થી વધુ  અને જિલ્લ ામાં ૧૨૦૦ હીરાના કારખાનાઓ આવેલા છે.જૂનાગઢમાં જ ૩,૦૦૦ કારીગરો આસપાસના જિલ્લ ાઓમાંથી રોજગારી માટે આવે છે પરંતુ ડાયમંડ ની માંગમાં ઘટાડો થતાં હીરા બજાર માં મંદી જોવા મળી રહી છે.આ વર્ષે પણ હીરાના કારીગરોને પૂરતી રોજગારી પ્રાપ્ત થઈ શકી નથી. નાના હીરાના કારખાનેદારો પાસે જોબ વર્ક ન હોવાથી કારીગરોની રોજગારીમાં પણ અસર જોવા મળી છે. રફ મોંઘી છે અને તૈયાર પોલીસીની ખપત નથી જેથી પૂરતા ઓર્ડરો ન મળવાથી હીરા બજાર મંદિરના ભરડામાં સપડાયું છે. જૂનાગઢ ડાયમંડ માર્કેટમાં સુરત થી હીરાની આવક થાય છે પરંતુ પૂરતા પ્રમાણ પોલીશિંગ ઉપરાંત રફ હીરાની મજૂરી મોંઘી હોવાથી કારીગરોને પૂરતા ઓર્ડર પ્રાપ્ત થતા નથી


જૂનાગઢમાં હીરા બજારમાં દાહોદ ,સુરત ઉપરાંત  આસપાસના તાલુકાઓમાંથી જ કારીગરો રોજગારી માટે આવે છે. અગાઉ નવરાત્રી બાદ દિવસભર ધમધમતું ડાયમંડ માર્કેટ હવે જવેલરી ની માંગ ઓછી થતા  અમુક કારખાનાઓ તો ડચકા ખાઈ રહ્યા છે.  અગિયારસના દિવસથી થતું મીની વેકેશન આ વખતે એક સપ્તાહ પહેલા જ પડી ગયું છે.  દેવ દિવાળી સુધી વેકેશન રહે છે પરંતુ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમાનો મેળો થતો હોવાથી મોટાભાગના હીરા બજારના કારખાનાઓમાં કારીગરો પરિક્રમા મેળા બાદ જ મજુરી કામે પરત ફરે છે.૫ ડિસેમ્બરે હીરાના કારખાનાઓમાં મીની વેકેશન પૂર્ણ થશે ત્યારબાદ આંબાવાડી બજારમાં મહિના કારીગરોની ચહલ પહલ જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application