કોર્ટમાં 30 મિનિટ મોડા પડવા બદલ બે પોલીસને જજે આપી ઘાસ કાપવાની સજા

  • November 22, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને કોર્ટમાં 30 મિનીટ મોડા પડવા બદલ ઘાસ કાપવાની સજા કરવામાં આવી હતી. આ સજાથી નારાજ બંને પોલીસકર્મીઓએ તેમના અધિકારીઓને આ બાબતની જાણ કરી છે. જો કે કોર્ટ ના આદેશ ના લીધે તેમને સજા ભોગવવી જ પડશે. મહારાષ્ટ્રના બે પોલીસકર્મીઓ 30 મિનિટ મોડા કોર્ટમાં પહોંચ્યા હતા આથી મેજિસ્ટ્રેટ દ્વારા ભૂલ માટે તેને ઘાસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું,મહારાષ્ટ્રના બે પોલીસકર્મીઓ માટે 30 મિનિટ મોડી કોર્ટમાં પહોંચવું મોંઘુ સાબિત થયું.આ ભૂલ માટે તેને ઘાસ કાપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જોકે, આ સજાથી બંને પોલીસકર્મીઓ નારાજ હોવાનું કહેવાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલાની માહિતી વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પણ આપવામાં આવી છે. મામલો મહારાષ્ટ્રના પરભણી જિલ્લાનો છે. અહીં માનવત પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને ઘાસ કાપવાની સજા કરવામાં આવી હતી. આ સજાથી નારાજ બંને પોલીસકર્મીઓએ તેમના અધિકારીઓને આ બાબતની જાણ કરી છે. એક મીડિયા અહેવાલમાં પરભણીના એસપી ઈન્ચાર્જને ટાંકીને કહેવામાં આવી રહ્યું છે કે યોગ્ય કાર્યવાહી માટે વિગતવાર અહેવાલ ન્યાયતંત્રને મોકલવામાં આવ્યો છે. 22મી ઓક્ટોબરની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બંને પોલીસકર્મીઓએ શંકાસ્પદ હાલતમાં ફરતા બે લોકોને પકડ્યા હતા. બંનેને સવારે 11 વાગે હોલિડે કોર્ટમાં રજૂ કરવાના હતા. હવે બંને પોલીસકર્મી શકમંદોને લઈને સવારે 11.30 વાગ્યે કોર્ટમાં પહોંચ્યા, જેના પર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ ગુસ્સે થઈ ગયા. અધિકારીઓને જાણ કયર્િ બાદ 22 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનની ડાયરીમાં આખી ઘટના નોંધવામાં આવી હતી. પ્રભારીએ કહ્યું, જ્યારે તે અમારા ધ્યાન પર લાવવામાં આવ્યું, ત્યારે કોન્સ્ટેબલના નિવેદન સાથેનો વિગતવાર અહેવાલ યોગ્ય કાર્યવાહી માટે ન્યાયતંત્રને મોકલવામાં આવ્યો છે.’ વધુ ત્રણ કોન્સ્ટેબલના નિવેદન પણ નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application