જેતપુર: મામતલદાર કચેરીના પટ્ટાવાળાએ બે શખસ સાથે 21 લાખની છેતરપિંડી કરી

  • February 14, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર મામલતદાર કચેરીમાં રોજમદાર તરીકે નોકરી કરતો ઉમરાણી ગામના શખ્સે પોતાના જ ગામના ત્રણ યુવાનોને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ તેમજ ભરડીયાની લીઝ અપાવી દેવાના બહાને 21 લાખ રૂપિયાની છેતરપીંડી કયર્નિી સીટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં આજે  કોર્ટે આરોપીને પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો.
જેતપુર તાલુકાના ઉમરાણી ગામનો બકુલભાઈ કેશુભાઈ પરમાર જેતપુર મામલતદાર કચેરીમાં રોજમદારીમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો. જેથી મામલતદાર કચેરીમાં જુદાજુદા કામો માટે આવતા લોકો સાથે તેને સંપર્ક હતો તેવામાં તેમના ગામના ચેતનભાઈ ટીંબડીયા તેમજ અન્ય બે લોકો મામલતદાર કચેરીએ જુદાજુદા કામો માટે આવતા હોય. તે દરમિયાન તેઓને રાશનકાર્ડની દુકાનનું લાયસન્સ અને ભરડીયાની લીઝ અપાવી દેવાની લાલચ બકુલ આપી હતી. અને આ પેટે સરકારી કચેરીમાં પૈસા જમા કરાવવા પડશે અને તે ચલણથી જમા કરાવવા પડશે અને તેની રશીદ પણ મળશે તેવું ફરીયાદીને જેતે વખતે જણાવી વિશ્વાસ સંપાદન કરેલ.
ત્યારબાદ ફરિયાદી તેમજ સાહેદોએ 21 લાખ જેવી રકમ ટુકડે ટુકડે આપેલ અને તે પેટે બકુલે જેતપુર મામલતદારના સહી સિક્કાવાળી રશીદો પણ આપેલ. ત્યારબાદ ફરિયાદીએ દુકાન તેમજ ભરડીયાની લીઝનું ક્યારે થશે તેવી વારંવાર પૂછપરછ કરતા બકુલ થોડા દિવસમાં થઈ જશે તેવા જવાબો આપતો. અંતે ચેતનભાઈ મામલતદારને મળીને રશીદો બતાવી તમામ વાત કરતા તત્કાલીન મામલતદાર પણ પોતાની ખોટી સહી સિક્કા જોઈ ચોકી ગયા હતાં. અને તેઓએ આ અંગે ચેતનભાઈને પોલીસ ફરીયાદ કરવા જણાવતા 18 જાન્યુઆરી 2022માં જેતપુર સીટી પોલીસમાં બકુલ વિરુદ્ધ છેતરપીંડીની ફરીયાદ ચેતનભાઈએ નોંધાવી હતી.
આ છેતરપીંડીની ફરીયાદ જેતપુર કોર્ટમાં ચાલી જતા જજ એ એચ. હીરાણીએ સરકારી વકીલ મધુબેન વસાવાની દલીલ સાહેદો અને સાંયોગિક પુરાવાના આધારે આરોપી બકુલને પાંચ વર્ષની સજા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાયર્િ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News