જાપાનના વડાપ્રધાન રાજીનામું આપશે ફરી ચૂંટણી લડવાનો પણ ઇનકાર

  • August 14, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જાપાનના વડા પ્રધાન યુમિયો કિશિદાએ રાજુનામું આપી દેવાની જાહેરાત કરી છે અને સાથે એવું પણ કહ્યું છે કે આવતા મહિને સત્તાધારી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) ના નેતા તરીકે રાજીનામું આપ્યા બાદ બીજી મુદત માટે ચૂંટણી લડશે નહીં.એક પ્રેસ કોન્ફરન્સમાં, કિશિદાએ કહ્યું કે એલડીપીને બદલાયેલી પાર્ટી તરીકે રજૂ કરવી જરી છે.પારદર્શક અને ખુલ્લી ચૂંટણીઓ માટે આ જરી છે તેમણે કહ્યું કે એલડીપી બદલાશે તે દર્શાવવા માટેનું સૌથી સ્પષ્ટ્ર પહેલું પગલું છે, હવે મારે એક બાજુ ખસી જવું જોઈએ.
એલડીપી, જેણે ૧૯૫૫ માં તેની સ્થાપના થઈ ત્યારથી સતત સત્તા સંભાળી છે, તે તાજેતરના મહિનાઓમાં દાયકાઓમાં જાપાનના સૌથી મોટા રાજકીય કૌભાંડોમાં ફસાઈ ગઈ છે.એલડીપીના બે સૌથી પ્રભાવશાળી જૂથો પર તેમની આવક અને ખર્ચની યોગ્ય રીતે ઘોષણા કરવામાં નિષ્ફળ જવાનો અને કેટલાક કિસ્સાઓમાં કથિત રીતે રાજકીય ભંડોળને કિકબેક તરીકે ધારાસભ્યોને પુન:પ્રા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
લગભગ ત્રણ વર્ષનાં કાર્યકાળ દરમિયાન, કિશિદાએ ભ્રષ્ટ્રાચાર વિરોધી પગલાં લેવા અને પક્ષ સુધારણા કરવા માટે પ્રતિજ્ઞા લીધી છે, જેમાં જૂથોને વિખેરી નાખવા અને કોઈપણ ભ્રષ્ટ્ર ધારાસભ્યો સામે શિસ્તબદ્ધ પગલાં લેવાનો સમાવેશ થાય છે.યુએસ ડોલર સામે યેનના નબળા પડવા સહિત જાપાનના અર્થતત્રં અંગેની ચિંતાઓએ કિશિદાની આર્થિક નીતિઓમાં વિશ્વાસને પણ ઓછો કર્યેા છે.નોંધનીય છે કે સપ્ટેમ્બરમાં એલડીપીની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે., જો કે રાજીનામાની તારીખની જાહેરાત કરવાની બાકી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News