જામનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન કાલાવડ ખાતે યોજાયુ

  • February 07, 2023 07:47 PM 

જામનગર જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન કાલાવડ ખાતે યોજાયું 

જામનગર, તા.૦૭ ફેબ્રુઆરી, ગત તા. ૦૫ ફેબ્રુઆરીના રોજ પૂર્વ સૈનિક સંમેલન કાલાવડ નગર પાલિકા ટાઉન હોલ, કાલાવડ ખાતે યોજાયું હતું. સંમેલનની શરૂઆત દેશભક્તિના ગીતો, રાષ્ટ્રગીત ગાન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકો તથા સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ અને ઉપસ્થિત તેમના પરિવારજનોનું મહિલા કલ્યાણ વ્યવસ્થાપક શ્રીમતી રેખાબેન એ. દુદકીયા, કાલાવડના પુર્વ સૈનિકો શ્રી રાજેંદ્રસિંહ એચ. જાડેજા, શ્રી મેઘજીભાઈ જી. ડુમર, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી-જામનગર કમાન્ડર શ્રી સંદિપ જયસ્વાલ (નિવૃત) દ્વારા પુષ્પગુચ્છ આપીને અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. 

સંમેલનમાં પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓને કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ સહાયોની જાણકારી મુખ્ય કારકુન શ્રી યોગેશભાઈ એન. સોની દ્વારા પ્રેઝન્ટેશનથી આપવામાં આવી હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ મુજબ પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓને આપવામાં આવેલી આર્થિક સહાયની વિગત મુજબ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, જામનગર દ્વારા બીજા વિશ્વ યુધ્ધના પુર્વ સૈનિકો/સ્વ. સૈનિકોના ધર્મપત્નીઓને, લડાઈ/ઓપરેશનમાં ક્ષતિગ્રસ્ત સૈનિકો, મિલટરી નોકરીને આધારીત ક્ષતિગ્રસ્ત, યુદ્ધ જાગીર એલાઉન્સ, આવક મર્યાદા આધારિત આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય, મરણોત્તર ક્રિયા સહાય તથા શિષ્યવૃતિ જેવી તમામ આર્થિક સહાય પેટે કુલ રૂ. ૨૬,૯૩,૭૫૦/- ચુકવવામાં આવી છે. 

આ ઉપરાંત, સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત રાજ્ય દ્વારા હાલમાં esm.gujarat.gov.in નામની વેબસાઈટ બનાવવામાં આવી છે. તેમાં તમામ પુર્વ સૈનિકો/સ્વ. પુર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા બાબતે જુનિયર કારકુન શ્રી કિરિટભાઈ લાડાણીએ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપી હતી. 

ઉપરોક્ત સંમેલનમાં  રાજેષભાઈ એમ. નાંદણીયાએ સૈનિકો/પુર્વ સૈનિકો અને તેઓના આશ્રિતો માટેના તેઓના સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરી હતી. સંમેલનના ઉદ્ઘોસક તરીકે  લલીતભાઈ ડોંગા, હિરપરા કન્યા શાળાના શિક્ષકશ્રીએ સેવા આપી હતી. પૂર્વ સૈનિકો/દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓની નોંધણી વ્યવસ્થા કલ્યાણ વ્યવસ્થાપક  સુકેતુભાઈ બી. પટેલ, જુનિયર કારકુન  જિતેન્દ્રગીરી ગૌસ્વામી તથા મહિલા કલ્યાણ વ્યવસ્થાપક શ્રીમતી રેખાબેન એ. દુદકીયા દ્વારા કરવામાં આવી હતી. 

ઉપરોક્ત સંમેલનમાં થલ સેના, વાયુ સેના અને નૌ સેનાના સેવારત અધિકારીઓ સ્ટેશન હેડ કવાર્ટર-જામનગર કર્નલ  કુમાર, એર ફોર્સ સ્ટેશન, જામનગર ગ્રુપ કેપ્ટન  હેગડે, આઈ.એન.એસ. વાલસુરા કર્નલ વીરસિંગ, સેવા નિવૃત અધિકારીઓ કોમોડોર વી.કે. સિંગ, કર્નલ  પાંડે, પુર્વ સૈનિક મંડળ, એસોસીએશનના પ્રમુખઓ તથા આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application