જામનગર શહેર પંચવટી સર્કલ પાસે આવેલ શિવ પાનની દુકાનમાંથી ગે.કા. વિદેશી સિગારેટના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.

  • May 04, 2023 04:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર પંચવટી સર્કલ પાસે આવેલ શિવ પાનની દુકાનમાંથી ગે.કા. વિદેશી સિગારેટના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી જામનગર એસ.ઓ.જી.


જામનગર એસ.ઓ.જી. સ્ટાફના રાજેશભાઈ મકવાણા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા તથા શોભરાજસિંહ જાડેજા ને બાતમી હકિકત મળેલ કે, પંચવટી સર્કલ પાસે, એસ.બી.આઈ.ના એ.ટી.એમ.ની બાજુમા આવેલ શિવ પાનની દુકાન વાળા નંદલાલ વિધાણી પોતાની દુકાને જાહેર ચેતવણીની છાપ વગરની ગેરકાયદેસર વિદેશી સિગારેટ રાખી તેનો સંગ્રહ કરી તેનુ વેચાણ કરતો હોય જેથી  જગ્યાએ રેઇડ કરતા અલગ-અલગ કંપનીની વિદેશી સિગારેટના પેકેટ જેના પર કોઇ જગ્યાએ ચેતવણીની છાપ જેવી કે સ્કલ ક્રોસબોન વર્ડ વોર્નીંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી વગરની તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામા ચેતવણી દર્શાવેલ ન હોય તેવી ગેર-કાયદેસર વિદેશી સિગારેટના પેકેટ નંગ-૯૦ કુલ કિ.રૂ.૧૮,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા મજકુર ઇસમ વિરૂધ્ધ સીટી “બી” ડીવી. પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીનુ નામ:- નંદલાલભાઈ જશુભાઈ વિધાણી રહે, ગાંધીનગર, મોમાઈનગર, શેરી નંબર-ર, જામનગ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application