જામનગરઃ નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોમર્સનું જોડાણ આ કારણથી કરાયું રદ્દ

  • May 10, 2023 02:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગની નાઘેડી સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોમર્સનું જોડાણ રદ્દ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોલેજમાં પરીક્ષા ચોરી કૌભાંડનો પર્દાફાશ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે રાજય સરકાર દ્વારા રીપોર્ટ માંગવામાં આવ્યો હતો. જો કે રીપોર્ટ બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા નાઘેડીની સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજની કોમર્સનું જોડાણ રદ્દ કરી નાખવામાં આવ્યું છે.


શુ હતો સમગ્ર મામલો ?

જામનગરની નાઘેડીની આ સ્વામિનારાયણ ગુરૂકુલમાં ચોરી પ્રકરણ સામે આવ્યું હતુ. જેમાં કોલેજના બી.કોમ. સેમેસ્ટર-2ના ત્રણ વિદ્યાર્થીઓને અલગ રૂમ ફાળવી પરીક્ષા ચોરી કરાવાતી હોવાનું ખુલ્યુ હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો વાયુવેગે વાયરલ થતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. તેમજ આ મામલે એનએસયુઆઇ, એબીવીપી સહિતના વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ કુલપતિ ભીમાણીનો ઘેરાવ કરી તેઓના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી.


પરીક્ષા ચોરી પ્રકરણમાં યુનિવર્સીટી દ્વારા તપાસ કરાવવામાં આવી હતી. કરવામાં આવેલી તપાસનો રીપોર્ટ આગામી સિન્ડીકેટમાં મુકવામાં આવશે. હાલ તો કુલપતી સાથે સંપર્ક કરતા તેમણે કહ્યુ હતુ કે, આ સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજનું કોમર્સનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. તેમજ આગામી સત્રથી વિદ્યાર્થીઓને પ્રવેશ પણ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત કોલેજના પ્રિન્સિપાલ પણ દોષિત હોવાનું સામે આવતા તેમની સામે પણ પગલા લેવા કોલેજને જાણ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application