ગાંધીનગર ખાતે રાજયના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે સન્માનીત કરાયા : દ્વારકાના ડીવાયએસપી સમીર શારડાને પણ પદક અને પ્રશંસાપત્ર
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પોતાની ફરજ દરમ્યાન કુખ્યાત અસામાજીક તત્વો, જમીન ઉપર ગેરકાયદે કબ્જો કરનારા વિરુઘ્ધ કડક પગલા લઇને ગુના દાખલ કરાવી તેમજ અસામાજીક તત્વોનો ત્રાસ દુર કરી સામાન્ય નાગરીક અને પોલીસ વચ્ચે સમન્વય સાધી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સંદેશ સમાજમાં ફેલાવીને ફરજ દરમ્યાન ઉત્કૃષ્ટ અને સરાહનીય સેવાઓ બદલ તાજેતરમાં જ જાંબાઝ એસપી પ્રેમસુખ ડેલુને ડીજીપી કમેન્ડેશન સિલ્વર ડીસ્ક-૨૦૨૨ એવોર્ડથી સન્માનીત કરવાની જાહેરાત કરાઇ હતી.
દરમ્યાનમાં ગઇકાલે ગાંધીનગર ખાતે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની વર્ષ ૨૦૨૨માં સરાહનીય કામગીરીને ઘ્યાને લઇને સન્માનીતનો કાર્યક્રમ યોજાયો હતો, રાજયના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે ડીજી સિલ્વર ડીસ્ક પદક અને પ્રશંસાપાત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દેવભુમી દ્વારકા જીલ્લાના ડીવાયએસપી સમીર શારડાએ પણ ડીમોલીશન, લોકડાઉન, દ્વારકાધીશ મંદીર સુરક્ષા કામગીરી, પીએમ દ્વારકા પ્રવાસ દરમ્યાન એસપીજીએ કરેલી કામગીરીની પ્રશંસાની નોંધ, વાવાઝોડા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે સતત સેવા કાર્યરત રહીને લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી હતી, આમ ફરજ દરમ્યાન ડીવાયએસપી સમીર શારડાની ઉત્કૃષ્ટ સેવા બદલ ગઇકાલે રાજયના પોલીસવડા વિકાસ સહાયના હસ્તે ડીજી સિલ્વર ડીસ્ક પદક અને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડીજીપી કમેન્ડેશન ડીસ્ક-૨૦૨૨ માટે રાજયના કુલ ૧૧૦ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech