જયરાજસિંહના પુત્ર ગણેશની ૪૮ કલાકમાં ઘરપકડનું અલ્ટીમેટ

  • June 03, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય નું અપહરણ કરી ન કરી માર મારવાના કિસ્સામાં પોલીસ ફરિયાદના ૭૨ કલાક પછી પણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. હવે જો આગામી ૪૮ કલાકમાં તેની ધરપકડ કરવામાં નહીં આવે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો દલિત સમાજ દ્રારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી દલિત સમાજના નેતા અને ધારાસભ્ય જીેશભાઈ મેવાણી તથા દલિત સમાજના અગ્રણી ડી.ડી. સોલંકી દ્રારા આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ પ્રભવ જોષી સમક્ષ રજૂઆત કરતા આગેવાનોએ જણાવ્યું હતું કે અત્યારે ગણેશની ધરપકડ માટે માત્ર બે પાંચ પોલીસની જર પડશે. પરંતુ જો દલિત સમાજ રોષે ભરાશે તો બે–પાંચ હજાર પોલીસો પણ ઓછા પડશે. ગણેશની સામે કાયદેસરની કડક કાર્યવાહી નહીં થાય તો અને તેની ધરપકડ નહીં થાય તો જુનાગઢ બધં અને ગોંડલમાં દલિત અસ્મિતા સંમેલન બોલાવવા જેવા કાર્યક્રમો આપવામાં આવશે. જો સરકાર ૧૪૪ મી કલમ લાગુ પાડશે તો પણ અમને તેનાથી કોઈ ફેર નહીં પડે.

જીેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ ગોંડલ તાલુકાના અનીડા ગામે ૨૦૨૧ માં ગણેશ અને તેની ગેંગ દ્રારા આતકં મચાવવામાં આવ્યો હતો. પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા. પરંતુ આજ દિવસ સુધી તેની સામે આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી. આ બંને બનાવની તપાસ થવી જોઈએ અને ગણેશ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

દલિત સમાજમાં અત્યારે ભારોભાર રોષ છે. આગેવાનો અને મોટા માથાઓના સંતાનો સામે કોઈ કાર્યવાહી ન થવાથી વ્યાપક પ્રમાણમાં નારાજગી છે. રાજકોટના અિકાંડમાં પણ કોઈ મોટા માથા સામે કાર્યવાહી ન થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. સરકારે ઉલટાનું આવા કિસ્સામાં આગળ આવીને કડક કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ તેમ પણ આગેવાનોએ જણાવ્યું હતું.


આગેવાનોએ અંતમાં જણાવ્યું હતું કે તારીખ ૩૦ મે ના રોજ બનેલી આ ઘટના સંદર્ભે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગણેશ સહિત ૧૦ આરોપીઓ સામે જુદી જુદી કલમ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. ભૂતકાળમાં પણ આ ગેંગ દ્રારા ગોંડલ તાલુકામાં લોકોમાં દહેશત ફેલાવવાનું કામ કરાયું છે. સરકારે આ બાબતે સ્પેશિયલ ટીમ નિમિને કાર્યવાહી કરવી જોઈએ.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application