જામનગરમાં કારમાં દારુના જથ્થા સાથે ‘જેકી’ ઝડપાયો

  • September 02, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઢીચડામાં કરીયાણાની દુકાનમાંથી બિયરના ૪૮ ટીન મળ્યા : બંને સ્થળે એલસીબી ત્રાટકી : કુલ ચારની સંડોવણી ખુલી

જામનગરના ગુરુદ્વારા પાસે કારમાંથી એલસીબીએ ઇંગ્લીશ દારુની ૨૧ બોટલ મળી કુલ ૩ લાખના મુદામાલ સાથે એકને પકડી લીધો હતો જેમાં બે ના નામ ખુલ્યા હતા, જયારે ઢીચડા ગામે કરીયાણાની દુકાનમાંથી બિયરના ૪૮ ટીન મળી આવતા એક શખ્સની અટક કરાઇ હતી જેમાં પણ બે શખ્સની સંડોવણી સામે આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુએ શહેર, જીલ્લામાં દારુ-જુગારની બદી નાબુદ કરવા સુચના કરતા એલસીબી પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કરમટા, ગોહીલ અને મોરી તથા સ્ટાફ દ્વારા આ દીશામાં તપાસ લંબાવવામાં આવી હતી.
સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સ્ટાફના ધાનાભાઇ મોરી તથા ક્રિપાલસિંહ જાડેજાને એવી હકીકત મળેલ કે શહેરના ગુરુદ્વારા પાસે ટ્રાવેલ્સ સામેના રોડ પર જામનગરના દિ.પ્લોટ-૫૬માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જેકી લીલાધર ભદ્રા પોતાના કબ્જાની અર્ટીકા કાર નં. જીજે૩જેઆર-૮૨૭૩માં દારુની બોટલો રાખી જેથી રેઇડ પાડી કારમાંથી ૨૧ દારુની બોટલ, એક મોબાઇલ, આરસી બુક અને કાર મળી કુલ ૩.૧૩.૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
તપાસ દરમ્યાન દિ.પ્લોટ-૫૬માં રહેતા દારુ મંગાવનાર કમલેશ દામા અને દારુ સપ્લાય કરનાર વાપી વલસાડના પંકજ ભાનુશાળીના નામ ખુલ્યા હતા, પોલીસે પ્રોહીબીશન મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં જામનગર એલસીબીના મયુદીન સૈયદ તથા અરજણભાઇ કોડીયાતરને ખાનગી હકીકત મળેલ જેના આધારે મેહુલનગર ખાતે રહેતા હિતેશ નેમચંદ જાખરીયાની ઢીચડા ગામે આવેલ બંસી પ્રોવીઝન સ્ટોર નામની કરીયાણાની દુકાનમાંથી બિયરના ૪૮ ટીન મળી આવતા તેની અટક કરવામાં આવી હતી, બિયર, મોબાઇલ મળી કુલ ૯૮૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, પુછપરછમાં ઢીચડાના ભાગીદાર શબીર જુમા દોદેપુત્રા-કોટાઇ અને જથ્થો આપનાર પોરબંદરના નયન સિકોતરાના નામ ખુલ્યા હતા.
**
નવાગામ ઘેડમાં શરાબની બોટલો જપ્ત : આરોપી ફરાર
જામનગરના નવાગામ ઘેડમાં રહેતા ભાવેશ ચમન ડાથીયા નામના શખ્સે પોતાના ભોગવટાના મકાનની અગાસીમાં દારુની બોટલો રાખી છે તેવી બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારુની બે બોટલ કબ્જે લીધી હતી જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો.
**
જામનગરમાં દારુના ગુનામાં ફરારી શખ્સની અટકાયત
જામનગરમાં પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ખંભાળીયા નાકા પાસેથી પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો હતો.
અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી સીઆઇડી ક્રાઇમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલ.જ. મિયાત્રા તથા સ્ટાફના માણસો જરુરી વર્કઆઉટમાં હતા.
દરમ્યાન સ્ટાફના ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, મહીપાલ સાદીયાને બાતમી મળેલ કે જામનગર સીટી-બીના પ્રોહીબીશનના ગુનામા નાસતો ફરતો આરોપી રાજુ હાસાનંદ પરસરામાણી રહે. રાજપાર્ક જામનગરવાળો ખંભાળીયાનાકા પાસે હાજર છે જેથી હકીકતવાળી જગ્યાએ તપાસ કરતા ફરાર આરોપી મળી આવતા આરોપીને પકડી અને આગળની કાર્યવાહી માટેજામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન સોંપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application