ચાર મહિના પહેલા યુવાનને ગુદામાં લાકડું ઘુસાડી દીધાનું સાચું નીકળ્યું

  • February 06, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના જામનગર રોડ પર શેઠનગર પાસે ઝૂપડપટ્ટીમાં રહેતાં પરિવારો વચ્ચે ચારેક મહિના પહેલા માથાકૂટ થઇ હતી અને જામનગરથી આવેલા ટોળાએ ઝૂંપડામાં રહેતા પરિવાર પર હત્પમલો કર્યેા હતો. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી ત્યારે પોલીસ ઉપર પણ પથ્થર મારો કરવામાં આવતા એ સમયે પોલીસે બે ગુના નોંધ્યા હતા. મારામારી બાદ શેઠનગરના ઝૂંપડે રહેતા દેવા વાંજેલિયા નામના યુવકે દમ તોડી દીધો હતો. અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. એ સમયે યુવકનું મોત બિમારીથી થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે યુવકની પત્ની સહિતના પરિવારજનોએ બાજુમાં ઝૂંપડામાં રહેતા નિર્મળ અને સુનિલ નામના યુવક પર આક્ષેપ કર્યેા હતો કે મૃતકને પૈસા માટે મારકુટ કરી તેના ગુદા માર્ગમાં લાકડુ ભરાવી દીધું હતું. આ આક્ષેપને પગલે પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવી જતા ગાંધીગ્રામ પોલીસે બે શખ્સો સામે અલગથી ગુનો દાખલ.કર્યેા છે કર્યેા છે.

ગાંધીગ્રામ પોલીસે મુળ જોડીયાના ધ્રોલ ખાતે ચામુંડા પ્લોટ જોડીયા નાકા પાસે રહેતાં અને ભિક્ષાવૃતિ કરી ગુજરાન ચલાવતાં બબીબેન કરમશીભાઇ વાજેલીયા (ઉ.વ.૭૦)નામના વૃધ્ધાની ફરિયાદ પરથી રાજકોટ–જામનગર રોડ પર શેઠનગર પાસે ઝૂપડામાં રહેતાં નિર્મળ જખાણીયા અને સુનિલ જખાણીયા વિધ્ધ આઇપીસી ૩૨૪, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. બબીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી ચાર મહિના પહેલા તા. ૧૨ ઓકટોમ્બર પહેલાના ચાર પાંચ દિવસ પહેલા રાત્રીના સમયે તેનો દિકરો શેઠનગર સામે ઝૂપડાની બહાર ખુલ્લામાં ઉંધો સુતો હતો ત્યારે બાજુના ઝૂંપડામાં રહેતા નિર્મળ અને સુનિલે તેના ગુદા માર્ગના ભાગે લાકડુ ઘુસાડી દઇ ગંભીર ઇજા પહોંચાડતા લોહી લુહાણ થયો હતો. એ સમયે સુનિલ અને નિર્મળએ આ વાત કોઈને કરી છે તો ધ્યાન રાખજો કહી ધમકી આપી હતી આથી કેટલાક દિવસ સુધી સારવારને બદલે ઘરગથ્થુ ઉપચાર જ કર્યા હતા. બાદમાં તબિયત વધુ બગડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું ગણતરીના દિવસો બાદ મોત નીપયું હતું. એ સમયે મૃતકની પત્નીએ આક્ષેપ કર્યેા હતો કે, પતિનું મોત નિર્મળ જખાણીયા અને સુનિલ જખાણીયાએ ગુદામાર્ગના ભાગે લાકડું ઘુસાડી દીધું હતું અને તેની ઇજા થવાથી થયું છે. આ આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેનો રિપોર્ટ આવી જતા આ આક્ષેપ સાચા ઠર્યા હતા. મૃતક દેવા વાજેલીયાએ જે તે સમયે પોતાના પૈસા બાજુના ઝૂપડામાં રહેતાં નિર્મળને સાચવવા આપ્યા હતાં. બાદમાં દેવાએ આ રકમ પાછી માંગતા નિર્મળ અને સુનિલે ઝઘડો કરી ગાળો દીધી હતી. બાદમાં રાત્રે દેવો ઝૂપડા બહાર સુતો હતો ત્યારે બંનેએ તેના ગુદ્દા માર્ગે લાકડુ ખોંસી દીધુ હતું. ગાંધીગ્રામ પોલીસે ફોરેન્સિક રિપોર્ટના આધારે લાકડુ ખોંસી ઇજા પહોંચાડાયાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application